AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દારૂબંધીમાંથી મુક્તિ બાદ હવે લંડનને પાછળ છોડી દેશે ગુજરાતની “ગિફ્ટ સિટી”, જાણો શું બનાવવાની થઈ રહી છે તૈયારી

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ને વિશ્વ કક્ષાનું ફાઈનાન્સિયલ ટેક્નોલોજી હબ બનાવવા માટે સરકાર આગામી દિવસોમાં મોટા નિર્ણય લઈ શકે છે. દારૂ પીવાની મુક્તિ મળ્યા બાદ ગિફ્ટ સિટીને મળેલા પ્રતિસાદ બાદ હવે અહીં લંડન આઈની તર્જ પર ગિફ્ટ સિટી આઈનું નિર્માણ કરવામાં આવશે.

દારૂબંધીમાંથી મુક્તિ બાદ હવે લંડનને પાછળ છોડી દેશે ગુજરાતની ગિફ્ટ સિટી, જાણો શું બનાવવાની થઈ રહી છે તૈયારી
| Updated on: Jan 01, 2024 | 2:44 PM
Share

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવાના મોટા નિર્ણય બાદ સરકાર 2024માં બીજી ઘણી મોટી ભેટ આપશે. ગિફ્ટ સિટીને વિકસિત ભારતનું પ્રથમ આઇકોનિક સિટી બનાવવા માટે ગુજરાત સરકાર અહીં સિંગાપોર અને ન્યૂયોર્ક જેવું વાતાવરણ ઊભું કરશે. ગિફ્ટ સિટીને આર્થિક પ્રવૃત્તિઓની સાથે ટેક્નોલોજીનું કેન્દ્ર બનાવવા માટે સરકાર 8 લાખ લોકોને રહેવા માટે આયોજિત શહેર બનાવશે.

દારૂબંધીમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી હેડલાઇન્સમાં છે. ગિફ્ટ સિટીને 2013 અને 2023ની સરખામણીએ છેલ્લા 15 દિવસમાં વધુ હેડલાઇન્સ મળી છે. ગિફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ તરીકે આની કલ્પના કરી હતી.

લંડનની આઈની તર્જ પર ગિફ્ટ આઈ

ગિફ્ટ સિટીને વૈશ્વિક ફ્લેવર આપવા માટે, સરકાર ગિફ્ટ આઇ ઇન્સ્ટોલ કરશે, જે લંડન આઇ કરતા ઊંચી છે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીની અંદર નાઇટ લાઇફ માટે ક્લબ અને હોટલ ખોલવામાં આવશે, જેથી તે વિશ્વભરના વ્યાવસાયિકો માટે એક મોટું કેન્દ્ર બની જાય. ગિફ્ટ સિટીનો 67 ટકા કોમર્શિયલ અને 22 ટકા રહેણાંક અને 11 ટકા સામાજિક પ્રવૃત્તિઓ માટે રાખવામાં આવશે. લંડન આઈની કુલ ઊંચાઈ 135 મીટર એટલે કે 443 ફૂટ છે. GIFT City Iની ઊંચાઈ 158 મીટર હશે, જે લંડનની આઈ કરતા 23 મીટર વધારે હશે. આવી સ્થિતિમાં ગિફ્ટ સિટી લંડનને પાછળ છોડી દેશે.

શું કરવાની થઈ રહી છે તૈયારી?

  • લિકર એક્સેસ પરમિટથી દારૂ પીવાની પરવાનગી
  • 158 મીટર ઉંચી ગિફ્ટ આઈનું બાંધકામ
  • દુબઈ જેવો શોપિંગ મોલ બનાવવાનો પ્રસ્તાવ
  • ગિફ્ટ સિટીમાં મોટી હોટલો અને રેસ્ટોરાં
  • લોકો માટે વિશેષ અને સારું મનોરંજન ક્ષેત્ર
  • આયોજનબદ્ધ શહેર અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ
  • ત્રણ ગણો વિસ્તરણ માટે તૈયારી

દારૂ પીવાની છૂટછાટ બાદ ગિફ્ટ સિટીને જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે તે પછી હવે ગિફ્ટ સિટીમાં તમામ પ્રવૃત્તિઓ ઝડપથી આગળ વધશે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ના સીઇઓ તપન રેએ મીડિયાને જણાવ્યું છે કે પરિવહન માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તેને ફાઇનાન્સ અને ટેકનોલોજીનું હબ બનાવવામાં આવશે.

રેના અનુસાર, 2030 સુધીમાં ભારતનું પ્રથમ આઇકોનિક શહેર બનવા માટે GIFT સિટીને વિવિધ તબક્કામાં વિકસાવવામાં આવશે. ગિર્ફ્ટ સિટી કુલ 886 એકરમાં ફેલાયેલું છે. સરકારે તેના કુલ વિસ્તારને ત્રણ ગણો વધારીને 3300 એકર કરવાની દરેક મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: ગાંધીનગર ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈનના ઉપભોક્તાઓ માટે જાહેર કરાઇ SOP, વાંચો એ તમામ વિગત જે તમે જાણવા માંગો છો ગિફ્ટમાં લિકરને લઈ

g clip-path="url(#clip0_868_265)">