ગાંધીનગર ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈનના ઉપભોક્તાઓ માટે જાહેર કરાઇ SOP, વાંચો એ તમામ વિગત જે તમે જાણવા માંગો છો ‘ગિફ્ટમાં લિકર’ને લઈ
ગાંધીનગર ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ગેજેટ નોટોફિકેશન જાહેર કરાયું છે. પ્રોહીબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગિફ્ટ સીટીમાં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે. જેને લઈ સરકારે વિગતવાર જાહેરાત કરી છે.
ગાંધીનગરમાં પ્રોહીબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટોફિકેશન જાહેર કરાયું છે. જેમાં ગિફ્ટ સીટીમાં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે. FL3 લાયસન્સ માટેની શરતો જાહેર કરવામાં આવી છે. લિકર એક્સેસ પરમિશન 2 વર્ષ માટે ઇસયુ કરાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
દર 2 વર્ષે પરમીટ રીન્યુ કરાવવાની રહેશે. વાર્ષિક 1 હજાર રૂપિયા ફી રહેશે. બહાર થી આવતા વિઝીટર માટે 1 દિવસીય ટેમ્પરરરી પરમીટ આપવામાં આવશે. ગિફ્ટ ફેસિલેશન કમિટી ફાઇનલ ઓથોરિટી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. લિકર એક્સેસ પરમીટ અને ટેમ્પરરી પરમીટ વગરમાં મુલાકાતીઓ ને દારૂ નહીં મળશે.
જણાવવામાં આવેલી ગાઈડ લાઇન અનુસાર ટેમ્પરી પરમીટ ધારકો સાથે કંપનીના કર્મચારીનું હોવું ફરજિયાત છે. લિકર એક્સેસ પરમીટ મેળવવા માંગતા કર્મચારીની યાદી ગિફ્ટ સીટીના અધિકારીઓ દ્વારા નક્કી કરાશે.
ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોએ પણ અધિકૃત અધિકારી પાસેથી પરવાનગી લેવી પડશે. ગિફ્ટ સિટીમાં હાલ 500થી વધુ કંપનીઓ કાર્યરત છે. જેના 13 હજાર કર્મચારીઓને નવી નિતી લાગુ પડશે. તો જે વિસ્તાર અધિકૃત કરવામાં આવ્યો છે તેમાં જ દારૂનું સેવન કરી શકાશે તે સિવાયના વિસ્તારમાં દારૂ પીવાથી કે અધિકૃત પરમિટનું ઉલ્લંઘન થશે તો નશાબંધીના કાયદા મુજબ કાર્યવાહી થશે.
મહત્વનુ છે કે સરકારે ગેજેટ બાદ સરકરે SOP પણ જાહેર કરી છે. જેના મુદ્દાઓ નીચે મુજબ છે.

