ગુજરાતે સફળ સ્ટાર્ટઅપ્સ વિકસાવી શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી : અશ્વિની વૈષ્ણવ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ટેકા સાથે ઇડીઆઇઆઈએ અશ્વિની વૈષ્ણવે( Ashwini Vaishnav) રસપ્રદ સત્રનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ્સ માટેની પહેલની પ્રશંસા કરી હતી.

ગુજરાતે સફળ સ્ટાર્ટઅપ્સ વિકસાવી શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી : અશ્વિની વૈષ્ણવ
Central Minister Ashwini Vaishnav Honour Entrepreneur
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jul 05, 2022 | 10:15 PM

કેન્દ્રીય રેલવે મંત્રી, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav)  ગુજરાત (Gujarat) સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના પ્રિન્સિપલ સેક્રેટરી એસ જે હૈદર અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણના હાઈ કમિશનર, આઇએએસ,  નાગરાજન સાથે આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)માં યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અશ્વિની વૈષ્ણવે નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ તરીકે બહાર આવવા બદલ ગુજરાત રાજ્યને અભિનંદન આપ્યાં હતાં.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ટેકા સાથે ઇડીઆઇઆઈએ અશ્વિની વૈષ્ણવે રસપ્રદ સત્રનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ્સ માટેની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે ‘ડિજિટલ ઇન્ડિયા’, ‘મેડ ઇન ઇન્ડિયા’, ‘મેક ઇન ઇન્ડિયા’, ‘સ્ટેન્ડઅપ ઇન ઇન્ડિયા’ અને આ પ્રકારની ઘણી સર્વસમાવેશક નીતિઓ પ્રસ્તુત કરી છે, જેણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપ્યો છે. રાજ્યો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે અને ગુજરાતે સફળ સ્ટાર્ટઅપ્સ વિકસાવીને, કોર્પોરેટ વહીવટ વધારીને, કામગીરીનું વિસ્તરણ કરીને, ફંડિંગ ગેપ્સ દૂર કરીને અને મજબૂત બ્રાન્ડ સ્થાપિત કરવા પર ભાર મૂકીને શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી હતી.”

ઉદ્યોગ સંગઠનો/સરકાર, શિક્ષણજગત, સ્ટાર્ટઅપ્સના વરિષ્ઠ અધિકારીઓ તથા ગુજરાતમાંથી અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને નેટવર્કિંગની તક ઝડપી હતી તેમજ તેમના ઉદ્યોગસાહસિકતાના પ્રયાસો અને અનુભવો વિશે વાત કરી હતી. ઉદ્યોગ સાહસિકતાની ભૂમિકા પર ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “આ આપણા બધા ગર્વની વાત છે કે, ગુજરાત નવા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો માટે મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવામાં બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ તરીકે બહાર આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં 4 જૂનના રોજ ડિજિટલ ઇન્ડિયા વીક 2022 શરૂ કર્યું હતું, જેની થીમ ‘કેટાલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયાસ ટિકેડ’ છે, એટલે મારું માનવું છે કે, અત્યારે ઉદ્યોગસાહસિકતાની ભાવનાને આગળ વધારવાનો સૌથી ઉચિત સમય છે. ભારતમાં પુષ્કળ તકો છે અને અત્યારે યુવાનોએ આ તક ઝડપવી જોઈએ. ઇડીઆઇઆઈ વ્યવહારિક વિચારોને પ્રોત્સાહન આપવા, યુવાનોને તાલીમ આપવા અને તેમને માર્ગદર્શન આપવામાં મદદ કરશે, જેથી તેઓ આધુનિક ઉદ્યોગસાહસો તરીકે સફળતાપૂર્વક બહાર આવે એવી સુનિશ્ચિતતા થશે.”

આ કાર્યક્રમમાં બોલતા એસ જે હૈદરે કહ્યું હતું કે, “જેનનેક્સટ એટલે કે આગામી પેઢી ઉદ્યોગસાહસિકતાને અપનાનવે છે અને રોજગારસર્જકો બની રહી છે એ જોવું આનંદદાયક છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનો ઉદ્દેશ રાજ્યના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે અને નવા સ્ટાર્ટઅપ્સને મદદ કરીને રાજ્યમાં ઇન્ક્યુબેટર્સને સંસ્થાગત સ્વરૂપ આપીને દેશની અંદર રોજગારીનું સર્જન કરવાનો છે. અમને ખાતરી છે કે, અમે ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જઈ શકીએ.”

ઇડીઆઇઆઈએ સ્ટાર્ટઅપ પ્રદર્શનનું આયોજન પણ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર, સેન્ટર ફોર એડવાન્સિંગ એન્ડ લોચિંગ એન્ટરપ્રાઇઝીસ (ક્રેડલ)માં ઇન્ક્યુબેટ થયેલા સ્ટાર્ટઅપ્સના વિચારો અને નવીન કામગીરીને દર્શાવવામાં આવી છે. સહભાગીઓએ સરકારી યોજનાઓમાંથી નાણાકીય સહાય માટેની, તેમના વિચારો રજૂ કરવાની અને ઉદ્યોગસાહસિકતા વિશે શીખવાની તકોની ચર્ચા કરી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati