AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોરોનાના નવા 572 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 249 કેસ

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યના છેલ્લા 10 દિવસથી કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. જેમાં 05 જૂલાઇના રોજ કોરોનાના નવા 572 કેસ નોંધાયા છે.

Gujarat માં કોરોનાના નવા 572 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 249 કેસ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 9:11 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યના છેલ્લા 10 દિવસથી કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. જ્યારે  05 જૂલાઇના રોજ કોરોનાના નવા 572 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3595 થવા પામી છે. જેમા અમદાવાદ(Ahmedabad)  શહેરમાં કોરોનાના સૌથી વધુ 249 કેસ નોંધાયા છે. જ્યારે  સુરતમાં 82, વડોદરામાં 41, ભાવનગરમાં 22, રાજકોટમાં 21, વલસાડમાં 18, નવસારીમાં 16, જામનગરમાં 13, કચ્છમાં 12, સુરત જિલ્લામાં 12, ગાંધીનગરમાં 09, મોરબીમાં 09, અમદાવાદ જિલ્લામાં 08, ભરૂચમાં 08, પાટણમાં 08, ગાંધીનગર જિલ્લામાં 07, મહેસાણામાં 07, રાજકોટ જિલ્લામાં 05, આણંદમાં 04, ખેડામાં 04, અમરેલીમાં 03, પોરબંદરમાં 03, બનાસકાંઠામાં 03, ગીર સોમનાથમાં 02, તાપીમાં 02, જામનગરમાં 01, જૂનાગઢમાં 01, પંચમહાલમાં 01, સાબરકાંઠામાં 01 અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">