GUJARAT : કોરોનાનો મહા વિસ્ફોટ, નવા 5396 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 18 હજારને પાર
Gujarat Corona Update : રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2281 નવા કેસ નોંધાયા.
GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 6 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોના વાયરસના નવા 4213 કેસ નોંધાયા હતા, તો આજે 7 જાન્યુઆરીએ નવા 5396 કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2281 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 18 હજારને પાર એટલે કે 18,583 પર પહોચ્યો છે.
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2281 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 1350, વડોદરા શહેરમાં 239, રાજકોટ શહેરમાં 203 કેસ, વલસાડમાં 142, આણંદમાં 133 અને ખેડામાં 104 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સુરત જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,128 થયો છે.
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે 13માં દિવસે 7 જાન્યુઆરીએ 5396 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 13 દિવસમાં 50 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 14,346 હતા, જે આજે વધીને 18,583 થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 1158 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 21 હજાર 541 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટનો એક પણ નવો કેસ નથી નોંધાયો. ગઈકાલ સુધીમાં રાજ્યમાં 204 કેસ નોંધાયા છે, જેમાંથી આજે વડોદરા જિલ્લામાં 1 અને સુરત શહેરમાં 8 એમ કુલ 9 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા કેસના 160 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : GUJARAT : કોરોના વાયરસ અંગે નવી Guideline જાહેર, 17 જેટલા નિયંત્રણો લાગુ
આ પણ વાંચો : RAJKOTમાં 30 તબીબ અને 25 નર્સ અને વડોદરામાં 6 તબીબ અને 2 નર્સ કોરોના સંક્રમિત