RAJKOTમાં 30 તબીબ અને 25 નર્સ અને વડોદરામાં 6 તબીબ અને 2 નર્સ કોરોના સંક્રમિત
હાલ તો તમામ સંક્રમિત તબીબો અને નર્સિંગ સ્ટાફ હોમ આઇસોલેટ (Home Isolate)થયાં છે.મળતી માહિતી પ્રમાણે તબીબોને કોરોના થવા પાછળ સામાજિક પ્રસંગો અને ટ્રાવેલિંગ હિસ્ટ્રી (Traveling history)જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં 30 તબીબો અને 25 નર્સો કોરોના સંક્રમિત, ટ્રાવેલિંગ હિસ્ટ્રી જવાબદાર હોવાનું ખુલ્યું
રાજકોટ (Rajkot) શહેરમાં કોરોના (Corona) વાયરસનો વિસ્ફોટ થયો છે.એક સાથે 30 તબીબો (Doctors)કોરોના સંક્રમિત થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે.એટલું જ નહીં 25 નર્સિંગ (Nurse) સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે.આ તમામ સંક્રમિતોમાંથી પાંચ તબીબોને હાઇ ફિવરની ફરિયાદ છે.હાલ તો તમામ સંક્રમિત તબીબો અને નર્સિંગ સ્ટાફ હોમ આઇસોલેટ (Home Isolate)થયાં છે.મળતી માહિતી પ્રમાણે તબીબોને કોરોના થવા પાછળ સામાજિક પ્રસંગો અને ટ્રાવેલિંગ હિસ્ટ્રી (Traveling history)જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરામાં 6 તબીબો અને 2 નર્સ કોરોના સંક્રમિત, 20 બાળકો કોરોના સંક્રમિત
તો બીજી તરફ વડોદરામાં પણ એસએસજી હોસ્પિટલના 6 તબીબો અને 2 નર્સ કોરોના સંક્રમિત બન્યા છે. આમ, ત્રીજી લહેરમાં હવે કોરોના વોરિયર્સ પણ ઝપેટમાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તો વડોદરા શહેરની 17 શાળાઓમાં 20 બાળકો સંક્રમિત થયા છે. જે વર્ગોના બાળકો સંક્રમિત થયા તે શાળાઓના વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં કોરોનાને પગલે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ
રાજ્યમાં વધતાં જતા કોરોના (CORONA) વાયરસના સંક્રમણ પગલે વાલીઓ ચિંતામાં મૂકાયા છે.રાજકોટમાં વાલીઓની માંગ છે કે ધોરણ 1થી 8ના વર્ગો બંધ કરવામાં આવે.વાલીઓનું કહેવું છે કે શાળા (School) માં ગાઇડલાઇન (Guidelines)નું પૂરતુ પાલન થતુ નથી.. તો બાળકો પણ પાંચથી છ કલાક માસ્ક સહિતની સાવચેતી રાખી શકે નહીં.વળી હજી નાના બાળકો માટે રસી પણ આવી નથી. આ સ્થિતીમાં બાળકોના ઓનલાઇન વર્ગોની વાલીઓની માંગ છે.
એક વાલીએ કહ્યું કે નિયમ બનાવવામાં આવે છે, પણ સ્કુલમાં નિયમોનું પાલન થતું નથી અને સરકાર સ્કુલ પર ધ્યાન આપી રહી નથી. બીજા વાલીએ કહ્યું કે કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે, આવી સ્થિતિમાં બાળકોને સ્કુલે મોકલતા ડર લાગે છે, માટે ઓફલાઈન શિક્ષણ બંધ થવું જોઈએ અને ઓનલાઈન શિક્ષણ શરૂ થવું જોઈએ. અન્ય એક વાલીએ ફરિયાદના સૂરમાં કહ્યું કે સ્કૂલમાં પુરુ ધ્યાન અપાતું નથી અને એક સાથે ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડે છે.
આ પણ વાંચો : બે મહિના બાદ ફરી ગ્રેડ પેનું ભૂત ધૂણ્યું, જાણો શું છે આંદોલન પાછળનું કારણ
આ પણ વાંચો : Ahmedabad : નરોડામાં સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આરોપીની પોલીસે ધરપકડ કરી