સુરેન્દ્રનગર : વઢવાણમાં એક કાર્યક્રમમાં કોરોના નિયમોનો ભંગ, ભાજપ નેતાઓની હાજરીમાં કાર્યક્રમ
સુશાસન સપ્તાહ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમના ભોજન સમારંભમાં સોશિયલ ડીસટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મહિલાઓ માસ્ક વગર ભોજન માટે ઉમટી પડી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણ મેડિકલ હોલના એક કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ માસ્ક વગર જ એકત્ર થઈ હતી. સુશાસન સપ્તાહ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમના ભોજન સમારંભમાં સોશિયલ ડીસ્ટન્સનો (Social Distance) અભાવ જોવા મળ્યો હતો. મહિલાઓ માસ્ક (mask) વગર ભોજન માટે ઉમટી પડી હતી. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, જીલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા સહીતનાઓ હાજર હતા. નેતાઓની હાજરીમાં જ લોકો કોરોના (corona) ગાઈડ લાઈનનો ભંગ કરતા જોવા મળ્યા હતા.
જાફરાબાદમાં પણ કોરોના (corona) નિયમોની ઐસી તૈસી
બોટાદ બાદ અમરેલીમાં ભાજપની નાઈટ ટુર્નામેન્ટમાં કોરોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. અમરેલીના જાફરાબાદ શહેરમાં નાઈટ ટુર્નામેન્ટ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોની ભીડ જોવા મળી. જાફરાબાદ પાલિકા અને યુવા ભાજપ મોરચાએ સંયુક્ત રીતે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયા, ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંઘ, પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ કૌશીક વેકરીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં મોટાભાગના લોકોએ માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને નિયમોના ધજાગરા ઉડાવ્યા કહો કે ભાજપની આ ટુર્નામેન્ટમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને આમંત્રણ આપતા દ્રશ્યો ખુદ સાંસદ નારણ કાછડિયાની હાજરીમાં જ જોવા મળ્યા. સાંસદે તો કંઈ ન ગણકાર્યું પણ પોલીસ શું કરી રહી હતી તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારે સુરતમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ્સ સમિટનો પ્રારંભ કરાવશે