Gujarat Corona Update : રાજ્યમાં 11 હજારથી ઓછા નવા કેસ, 118 દર્દીઓના મૃત્યુ, 15,198 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

Gujarat Corona Update : રાજ્યમાં 11 મે ના રોજ 11 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 11 હજારથી ઓછા નવા કેસ, 118 દર્દીઓના મૃત્યુ, 15,198 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 11, 2021 | 8:25 PM

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 11 મે 11 હજારથી ઓછા કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે, આ સાથે 15 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

10,990 નવા કેસ, 118 મૃત્યુ રાજ્યમાં આજે 11 મે ના રોજ કોરોનાના નવા 10,990 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 118 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,02,994 થઇ છે અને મૃત્યુઆંક 8629 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અમદાવાદ : શહેરમાં 17, જિલ્લામાં 1 મૃત્યુ સુરત : શહેરમાં 8, જિલ્લામાં 5 મૃત્યુ વડોદરા : શહેરમાં 6, જિલ્લામાં 4 મૃત્યુ રાજકોટ : શહેરમાં 6, જિલ્લામાં 5 મૃત્યુ જામનગર : શહેરમાં 7, જિલ્લામાં 4 મૃત્યુ ભાવનગર : શહેરમાં 2, જિલ્લામાં 1 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 3 મૃત્યુ

અમદાવાદમાં 3059 કેસ, સુરતમાં 790 કેસ રાજ્યમાં આજે 11 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 3059, સુરતમાં 790, વડોદરામાં 598, રાજકોટમાં 334, જામનગરમાં 308, ભાવનગરમાં 253 અને જુનાગઢમાં 229 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 459, મહેસાણા જિલ્લામાં 418 અને સુરત જિલ્લામાં 265 નવા કેસો નોંધાયા છે.

15,198 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા રાજ્યમાં 11 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 15,198 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,63,133 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 80.04 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,31,832 થયા છે, જેમાં 798 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,31,034 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">