ગુજરાતમાં કોરોનાના નવા 08 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 23એ પહોંચી

|

Jan 20, 2023 | 9:02 PM

ગુજરાતમાં 20 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 8 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 06 અને વડોદરામાં 02 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 08 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 23એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં 20 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 8 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 23 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 06 અને વડોદરામાં 02 કેસ નોંધાયો છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે. જયારે કોરોનાથી 03 દર્દી સાજો થયો છે. જ્યારે અન્ય જિલ્લા કે શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો નથી તેમજ એક પણ વ્યકિતનું મૃત્યુ પણ થયું નથી.

કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ

જ્યારે રાજ્યમાં કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો : Ahmedabad: SVPI એરપોર્ટ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ અને મોક ડ્રીલ યોજાઈ

 

Published On - 8:27 pm, Fri, 20 January 23

Next Article