AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 737 કેસ નોંધાયા, અમદાવાદમાં એકનું મૃત્યુ

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 14 જુલાઇના રોજ કોરોનાના નવા 737 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં કોરોનાના નવા 737 કેસ નોંધાયા, અમદાવાદમાં એકનું મૃત્યુ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 7:59 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona)  કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 14 જુલાઇના રોજ કોરોનાના નવા 737 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેમાં સૌથી વધારે 299 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજયમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4274 થવા પામી છે. જ્યારે સુરત 72, વડોદરા 60, ગાંધીનગર 30, મહેસાણા 28, સુરત જિલ્લામાં 21, ભાવનગર જિલ્લામાં 20, કચ્છમાં 17, ભાવનગરમાં 16, પાટણમાં 16, રાજકોટ જિલ્લામાં 15, રાજકોટમાં 15, ગાંધીનગરમાં 14, અમરેલીમાં 13, મોરબીમાં 11, નવસારીમાં 11, વલસાડમાં 11, જામનગરમાં 09, ભરૂચમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, બનાસકાંઠામાં 06, આણંદમાં 05, ખેડામાં 05, દ્વારકામાં 04, સુરેન્દ્રનગરમાં 04, ગીર સોમનાથમાં 03, પોરબંદરમાં 03, સાબરકાંઠામાં 03, વડોદરા જિલ્લામાં 03, અરવલ્લીમાં 02, જામનગર જિલ્લામાં 02,પંચમહાલમાં 02 અને તાપીમાં 02 કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 4274એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.77 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 687 દર્દીઓ સાજા થયા છે.

કેસ વધવાની સાથે રાજ્ય  સરકારની ચિંતામાં વધારો

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે

Follow Us
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">