AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોરોનાના નવા 546 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 4129 થયા

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona) કેસમાં  સતત વધારો થઈ રહ્યો છે.  જેમાં 10 જુલાઇના રોજ કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4129 થયા છે.  જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 256 કેસ નોંધાયા  છે.

Gujarat માં કોરોનાના નવા 546 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 4129 થયા
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:06 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona) કેસમાં  સતત વધારો થઈ રહ્યો છે.  જેમાં 10 જુલાઇના રોજ કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4129 થયા છે.  જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 256 કેસ નોંધાયા  છે.  જ્યારે સુરતમાં 75, વડોદરામાં 37, ભાવનગરમાં 30, ગાંધીનગરમાં 17, મહેસાણામાં 14, સુરત જિલ્લામાં 14, વલસાડમાં 13, વડોદરા જિલ્લામાં 12, નવસારીમાં 10, ભરૂચમાં 08, અમરેલીમાં 06, આણંદમાં 06, દ્વારકામાં 06, ગાંધીનગરમાં 04, જામનગરમાં 04, કચ્છમાં 04, રાજકોટમાં 04, રાજકોટ જિલ્લામાં 04, અમદાવાદ જિલ્લામાં 03, પાટણમાં 03, પોરબંદરમાં 03, ખેડામાં 02, મોરબીમાં 02, સાબરકાંઠામાં 02, સુરેન્દ્રનગરમાં 02, ભાવનગરમાં 01, ગીરસોમનાથમાં 01 અને જામનગરમાં 01 અને   તાપીમાં 01  કેસ નોંધાયો છે.  જ્યારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.79 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 463 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે  છે કે સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં પાંડેસરાના 10 વર્ષના બાળક નવાગામ ડીંડોલીના 3 મહિનાના બાળક અને લિંબાયતના એક મહિનાના બાળકને તાવ આવતો હોવાથી સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમનો રિપીટ ટેસ્ટ કરાવતા ત્રણેય કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે હાલ તેઓની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

આમ, થોડા મહિના અગાઉ જ્યાં એવું લાગતું હતું કે કોરોનાની સ્થિતિ થાળે પડી ગઈ છે, ત્યાં ફરી એકવાર કેસોની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. જોકે સૌથી સારી બાબત એ છે કે કોરોનાની અગાઉની ત્રણ લહેર કરતા આ વખતે નોંધાયેલા કેસો એટલા ઘાતક સાબિત નથી થઈ રહ્યા, મૃત્યુઆંક લગભગ શૂન્ય જેવો છે. જેનું એક કારણ વેકસીનેશન પણ છે.

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">