Gujarat Monsoon 2022: રાજ્યમાં ભારે વરસાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના કલેક્ટર સાથે યોજી તાકીદની બેઠક

છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે બેઠક યોજી હતી.

Gujarat Monsoon 2022: રાજ્યમાં ભારે વરસાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના કલેક્ટર સાથે યોજી તાકીદની બેઠક
Gujarat Monsoon 2022: Heavy rains in the state, Chief Minister Bhupendra Patel held an emergency meeting with district collectors
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:29 PM

Gujarat Monsoon 2022: ગુજરાતમાં રવિવારે મધ્ય ગુજરાત , દક્ષિણ  ગુજરાતમાં  બારે મેઘ ખાંગા થયા  હતા અને  બપોર બાદ રાજકોટ ,અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદ  ખાબક્યો હતો. તેમજ  હવામાન વિભાગ દ્વારા  દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર ખાતે   સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે તાકીદની બેઠક યોજી હતી. છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્ય સચિવ  પંકજ કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.અમદાવાદ શહેરમાં  સાંજના સમયે વીજળીના કડાકાભડાકા સાથે  વરસાદ ખાબક્યો હત

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રાજ્યમાં  સૌથી વધુ બોડેલીમાં (Bodeli)17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખાસ તો બોડેલી ગામ બેટમાં ફેરવાતા જ્યાં નજર નાંખો ત્યાં બસ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા (Waterlogging)લોકોની ઘરવખરી અને માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

તો દક્ષિણ ગુજરાતમાં  વલસાડ અને નવસારીમાં નદીઓ ભયજનક સ્તરથી ઉપરની સપાટીએ વહી રહી છે.  નવસારી જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે આ વરસાદ રાહતને બદલે આફત હોવાનું સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના વાંસદામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ તારાજી સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યાં છે.. જિલ્લાની મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જેથી સૂરખાઈથી યાત્રાધામ ઉનાઈ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ચીખલી ગામમાં લોકોના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો મોરલી ગામમાં નદી કાંઠે ઘાસ કાપવા ગયેલી મહિલાઓ પાણી ફરી વળતા ફસાઈ હતી. જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">