AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 196 કેસ એક મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1364એ પહોંચી

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 08 સપ્ટેમ્બરમાં રોજ કોરોનાના નવા 196 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1394એ પહોંચી છે.

ગુજરાતમાં કોરોનાના નવા 196 કેસ એક મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1364એ પહોંચી
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 8:06 PM
Share

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 08 સપ્ટેમ્બરમાં રોજ કોરોનાના નવા 196 કેસ નોંધાયા છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1394એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. તેમજ કોરોનાથી 184 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો સુરતમાં 49, અમદાવાદમાં(Ahmedabad)48,વડોદરામાં 20, સુરત જિલ્લામાં 09, રાજકોટ જિલ્લામાં 08, રાજકોટમાં 08, બનાસકાંઠામાં 06, મહેસાણામાં 06, નવસારીમાં 06, પોરબંદરમાં 06, વલસાડમાં 06, પાટણમાં 04, આણંદમાં 03, વડોદરામાં 03, અમરેલીમાં 02, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 02, કચ્છમાં 02, સાબરકાંઠામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, ભરૂચમાં 01, દાહોદમાં 01, અને પંચમહાલમાં 01 કેસ નોંધાયો છે.

રસીકરણ અને નિયમોના પાલનને કારણે કોરોનાને હરાવવામાં ભારતીયો સફળ થઈ રહ્યા છે. તેવામાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરુ થશે. તહેવારોના સમયમાં વધારે સાવધાન રહેવાની જરુર છે. તહેવારોને કારણે થતા કાર્યક્રમોમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી પણ શકે છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">