AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli Breaking News : અમરેલી જિલ્લામાં જળબંબાકાર, ધાતરવડી ડેમ-2 છલકાયો, નીચાણવાળા ગામોને આપ્યું એલર્ટ, જુઓ Video

Amreli Breaking News : અમરેલી જિલ્લામાં જળબંબાકાર, ધાતરવડી ડેમ-2 છલકાયો, નીચાણવાળા ગામોને આપ્યું એલર્ટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2026 | 10:23 AM
Share

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. રાજુલાનો ધાતરવડી ડેમ-2 છલકાઈ જતાં તેના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા આઠથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાંભાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થયો છે.

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. છેલ્લા કલાકોથી રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે નદીઓ, ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે.

ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો

આ ભારે વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી ડેમ-2 સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે. ડેમમાં પાણીની સતત અને ભારે આવકને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ડેમના છ દરવાજા 0.30 મીટર ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 6700 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જો પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવાની પણ શક્યતા છે.

નદીકાંઠે અવરજવર ન કરવા માટે એલર્ટ આપ્યું

ધાતરવડી ડેમ-2ના દરવાજા ખોલવામાં આવતા, તેના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા આઠથી વધુ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ગામોમાં રાજુલા, હિંડોરણા, વડ, ઊંચેયા, ભચાદર અને રામપરાનો સમાવેશ થાય છે. આ ગ્રામજનોને નદીના પ્રવાહમાં ન જવા અને આસપાસના જોખમી વિસ્તારોથી દૂર રહેવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે. સ્થાનિક નદીકાંઠાના કેટલાક અન્ય ગામોને પણ નદીકાંઠે અવરજવર ન કરવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

ગામના લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ અપાઈ

આ ઉપરાંત રાજુલા નજીકનો ધાતરવડી ડેમ-1 પણ તેની ક્ષમતાના 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાના અહેવાલ છે. ખાંભા તાલુકામાં આવેલો રાયડી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેના કારણે નાગેશ્રી, ચોતરા અને બારમણ સહિતના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. નજીકના ગ્રામજનોને પણ સાવચેત રહેવા માટે સૂચનાઓ અપાઈ ચૂકી છે.

કલેક્ટર પણ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે

સમગ્ર અમરેલી જિલ્લામાં મોડી રાતથી પડેલા વરસાદના કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ પર જિલ્લા તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર પણ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને અનાવશ્યક પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં મેધમહેર, જુઓ વીડિયો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">