Breaking News : નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! ચીંખલી નેશનલ હાઈવે પર ફરી વળ્યા પાણી, 42 જેટલા રસ્તા કરાયા બંધ
નવસારી જિલ્લામાં વરસાદે સાર્વત્રિક ધબધબાટી બોલાવી છે, ત્યારે હાલ વિવિધ તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જેને લઈને હાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે 42 જેટલાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી મુજબ દિલ્લી-મુંબઈને જોડતાં ચીખલી નજીક નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે ત્યારે સુરક્ષાના પગલે 42 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ચીખલી અને વાંસદા તાલુકામાં 10-10 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે નવસારી જિલ્લામાં વરસાદે સાર્વત્રિક ધબધબાટી બોલાવી છે, ત્યારે હાલ વિવિધ તાલુકાઓના વિવિધ વિસ્તારો જળમગ્ન બન્યા છે. ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જેને લઈને હાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે 42 જેટલાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે અનેક રસ્તાઓ બંધ થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નેશનલ હાઈવે પર પણ ફરી વળ્યા પાણી
મળતી માહિતી મુજબ નવસારીમાં ધોધમાર વરસાદના પગલે અનેક નાના મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ખાલી એક જ દિવસમાં ચીખલીમાં 10 ઈંચ વરસાદ તો વાસંદામાં પણ 10 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે ચીંખલી નજીકના નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે.
42 જેટલાં રસ્તાઓ કરાયા બંધ
ત્યારે વરસાદની આ સ્થિતિ વચ્ચે જિલ્લા તંત્રએ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને અનેક તાલુકાઓના માર્ગો બંધ કરી દેવાયા છે, જેમાં ગણદેવીમાં 14 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે નવસારીના પણ 12 રસ્તા બંધ કરાયા છે આમ કુલ મળીને જિલ્લામાં 42 જેટલા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે.
Rajkot Breaking News: રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું થયુ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે

