ગુજરાતમાં કોરોનાના નહિવત 162 કેસ નોંધાયા, બે લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 27 ફેબ્રુઆરીના રોજ રાજયમાં કોરોનાના નહિવત 162 કેસ નોંધાયા હતા. તેમજ બે લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 27 ફેબ્રુઆરીના રોજ રાજયમાં કોરોનાના નહિવત 162 કેસ નોંધાયા હતા. તેમજ બે લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં 386 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અમદાવાદ(Ahmedabad) શહેરમાં 77, વડોદરા શહેરમાં 20, વડોદરા જિલ્લામાં 15, રાજકોટ જિલ્લામાં 06, સુરત શહેરમાં 05, ગાંધીનગર શહેર, સુરત જિલ્લામાં 4-4, આણંદ 3, જામનગર જિલ્લામાં 3, અમદાવાદ જિલ્લો, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, કચ્છ, તાપી જિલ્લામાં 2-2 કેસ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનર જિલ્લો, મહીસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, રાજકોટ શહેર, સાબરકાંઠા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.આજે ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, ડાંગર, જામનગર શહેર, જૂનાગઢ શહેર જિલ્લો, મોરબી, નર્મદા, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર કોરાનાના એક પણ કેસ નોંધાયા નથી. રાજ્યના 11 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે.
સુરતમાં પહેલી માર્ચથી સંજીવની રથ, ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે
આ ઉપરાંત સુરતમાં છેલ્લા 15 દિવસથી સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે..જેને લઇ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે..જેના ભાગરૂપે એક માર્ચથી હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટિંગ સિવાયની તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં આવશે. પહેલી માર્ચથી સંજીવની રથ, ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે…એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર, મશીનરી પણ છૂટી કરવામાં આવશે…ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવશે. સાથે સાથે મનપા દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટા કરવામાં આવશે.
આ પણ વાંચો : Somnath માં મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા
આ પણ વાંચો : Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા