Gujarat માં કોરોનાના 154 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 704 એ પહોંચી

ગુજરાતમાં ફરી કોરોનાના(Corona) કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે

Gujarat માં કોરોનાના 154 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 704 એ પહોંચી
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 8:26 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ચોથા દિવસે પણ વધારો નોંધાયો છે. જેમાં રાજ્યમાં 11 જૂનના રોજ નવા 154 કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમા કોરોનાનો સૌથી વધુ 80 કેસ અમદાવાદમાં નોંધાયા છે. વડોદરા 22, સુરત 12, વડોદરા જિલ્લામાં 11, ગાંધીનગર 05, રાજકોટ 04, મહેસાણા 03, સુરત જિલ્લામાં 03, વલસાડમાં 03,અમદાવાદ જિલ્લામાં 02, આણંદ 02, ભરૂચ 02, ભાવનગર 02, કચ્છ 02 અને ખેડામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 704એ પહોંચી છે. તેમજ કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 58 દર્દીઓ સાજા થયા છે.

સૌથી વધુ કેસ અમદાવાદમાં  80 નોંધાયા

જ્યારે જોવા જઇએ તો જેમાં 10  જૂનના રોજ કોરોનાના નવા 143  કેસ નોંધાયા હતા. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 608  પ ર પહોંચી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12, 14, 463   હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. જ્યારે 10,945 લોકોના કોરોનાથી નિધન થયા છે. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના વઘતા એલર્ટ

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે.. સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">