ગુજરાતીઓ આનંદો ! આગામી 48 કલાકમાં ચોમાસુ સત્તાવાર એન્ટ્રી મારશે, અમદાવાદ અને ગાંધીનગર પર પણ થશે મેઘમહેર
ચોમાસાની (Monsoon) કાગડોળે રાહ જોતા ગુજરાત માટે આ શુભ સમાચાર છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદનો (Rain) પ્રારંભ થઈ શકે છે.
છેલ્લા થોડા દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમી (Heat) અને બફારા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેની છેલ્લા ઘણા દિવસોથી આતુરતાથી રાહ જોવાઇ રહી છે તેવા ચોમાસુ (Monsoon 2022) ટુંક સમયમાં જ ગુજરાતમાં (Gujarat) એન્ટ્રી મારશે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસાનું (Rain) સત્તાવાર આગમન થશે.
ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ
ચોમાસાની કાગડોળે રાહ જોતા ગુજરાત માટે આ સારા સમાચાર છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદનો પ્રારંભ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ રહેશે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રાજ્યના અન્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ છવાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદી માહોલથી ઠંડક અનુભવાશે.
મુંબઇમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયુ
નૈઋૃત્યનું ચોમાસું હાલમાં મધ્ય અરબી સમુદ્ર, કોંકણ, મુંબઈ સહિત, મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધ્યું છે. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની મુંબઈ મહાનગર પાલિકાએ જાહેરાત કરી છે. તો દક્ષિણ ભારતના કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ચોમાસું પહોંચ્યું છે. જ્યારે તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે. દેશના મોટા હિસ્સામાં ચોમાસા પાંચથી સાત દિવસમાં પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.