AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજ્યની દરિયાઈ સીમાની સુરક્ષા અંગે ગૃહ વિભાગની મહત્વની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ કરશે બેઠકની સમીક્ષા

Gujarati Video : રાજ્યની દરિયાઈ સીમાની સુરક્ષા અંગે ગૃહ વિભાગની મહત્વની બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ કરશે બેઠકની સમીક્ષા

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 27, 2023 | 11:37 AM
Share

Gandhinagar News : આજે ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી રિવ્યુ કરશે. આ બેઠકમાં તમામ દરિયાઈ જિલ્લાના કલેક્ટર, ફિશરીઝ, SP, ATS, IBના અધિકારીઓ હાજર છે.

દરિયાઈ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે. દરિયાઈ સુરક્ષાને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે. આજે ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી રિવ્યુ કરશે. આ બેઠકમાં તમામ દરિયાઈ જિલ્લાના કલેક્ટર, ફિશરીઝ, SP, ATS, IBના અધિકારીઓ હાજર છે. આ બેઠકમાં બોર્ડર સિક્યુરિટી, ડ્રગ્સ, ગેરકાયદે બાંધકામ, બાયોમેટ્રિક વેરિફિકેશન, દરિયાઈ સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ એવી મેરેથોન બેઠક આજે મળી છે, જે દિવસભર ચાલશે. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા હંમેશા મહત્વપૂર્ણ મુદ્દો રહે છે. દરિયાઇ સુરક્ષાની સાથે દરિયાકાંઠાના જે 13 જિલ્લા છે ત્યાંના કલેક્ટર, ફિશરીઝ, SP, ATS, IBના તમામ અધિકારીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે.

આ બેઠકમાં બે મુદ્દા ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક છે દરિયા કાંઠાની સુરક્ષા. 1600 કિલોમીટરના દરિયા કાંઠા વિસ્તારમાં ડ્રગ્સ કોઇપણ હિસાબે ન આવે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ બની બીજા રાજ્યમાં ન જાય તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવે છે. તો બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં ડીમોલીશનની કામગીરી ખૂબ જ ધીમી ગતિથી થતી હોય છે. ત્યારે આ ગેરકાયેદસર બાંધકામ પર પણ તવાઇ બોલાવવા અંગે ચર્ચા કરવામાં આવશે.

ત્યારે સરહદી સુરક્ષાને લઇને એક આખુ રિવ્યૂ આ બેઠકમાં કરવામાં આવશે. દરિયાઇ સુરક્ષાને રાજ્ય સરકાર કોઇપણ જાતની બાંધ-છોડ નથી કરી રહી તે પણ આ એકજાતનો પ્રયાસ છે.

Published on: Mar 27, 2023 11:33 AM
g clip-path="url(#clip0_868_265)">