સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારે સુરતમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ્સ સમિટનો પ્રારંભ કરાવશે

ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિખ્યાત સુરત મહાનગરના ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટર ખાતે આયોજિત આ એક દિવસીય સમિટનો બુધવારે સવારે 10  કલાકે ભૂપેન્દ્ર પટેલ આરંભ કરાવવાના છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારે સુરતમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ્સ સમિટનો પ્રારંભ કરાવશે
Gujarat CM Bhupendra Patel (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 7:03 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની(Vibrant Gujarat Summit ) પ્રિ-ઇવેન્ટ રૂપે સુરતમાં વિવિંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ્સ સમિટનો( Weaving Growth for Textiles Summit)  બુધવારે  કરાવશે. આ સમિટ ગુજરાતને ટેક્ષટાઇલ્સ સેક્ટરમાં વૈશ્વિક રોકાણો માટેના પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત કરવામાં ઉપયુકત બનશે

જેમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે વિખ્યાત સુરત મહાનગરના ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝીબિશન સેન્ટર ખાતે આયોજિત આ એક દિવસીય સમિટનો બુધવારે સવારે 10  કલાકે ભૂપેન્દ્ર પટેલ આરંભ કરાવવાના છે. આ એક દિવસીય પ્રિ-ઇવેન્ટ સમિટમાં દિવસ દરમ્યાન ત્રણ ચર્ચા સત્રો-પેનલ ડિસ્કશન્સ યોજાશે

તદ્દઅનુસાર, પોલીસી ઇનીશ્યેટીવ્ઝ ટુ રિડિફાઇન ટેક્ષટાઇલ સેક્ટર ઓફ ધ કન્ટ્રી અંગે પેનલ ડિસ્કશન સૌ પ્રથમ યોજાશે. ઇન્ડીયન ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી એઝ અ ગ્લોબલ સોર્સિંગ હબ-મૂવિંગ ટોવડર્ઝ આત્મનિર્ભર ભારત વિષયક પેનલ ડિસ્કશન અને ફયુચર ઓફ વેલ્યુએડીશન ઇન ટેક્ષટાઇલ્સ સેક્ટર-ટ્રાન્ઝીસ્ટીંગ ટેક્ષટાઇલ્સ ટુ સ્માર્ટ મેન્યૂફેકચરીંગ અંગે ચર્ચા સત્ર પણ આ પ્રિ-ઇવેન્ટ સમિટમાં યોજાવાના છે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ સમિટના ઉદ્દઘાટન સત્રમાં નવસારીના સાંસદ સી.આર.પાટિલ, ભારત સરકારના ટેક્ષટાઇલ રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ તથા ગુજરાત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પૂર્ણેશભાઇ મોદી, હર્ષ સંઘવી, જગદીશભાઇ પંચાલ, મૂકેશભાઇ પટેલ અને વિનોદ મોરડીયા તથા ભારત સરકારના ટેક્ષટાઇલ સચિવ ઉપેન્દ્ર પ્રતાપસિંઘ અને ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સહભાગી થશે.

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટને (Vibrant Gujarat Summit) લઇ રાજ્યમાં દર સોમવારે MOU થઇ રહ્યાં છે.ત્યારે પાંચમી વાર MOU થયા. હતા. જેમાં વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા કુલ 16 MOU કરવામાં આવ્યાં.જે અંતગર્ત ગુજરાતમાં સુરક્ષા માટે જરૂરી રડાર બનશે. (Kevdia Colony) કેવડિયા કોલોનીમાં પણ 2 પ્રોજકટ આવશે.તો લોખંડ, સ્ટીલ, પ્લાસ્ટિક, પર્યાવરણ, પ્લાસ્ટિક વેસ્ટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે મહત્વના MOU કરવામાં આવ્યાં છે.જ્યારે વાયરસ અને બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવાના પ્લાન્ટ માટે પણ MOU કરવામાં આવ્યાં.

તો બીજી તરફ આગામી 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ મહાત્મા મંદિર (Mahatma Mandir )ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.મહાત્મા મંદિર ખાતે પણ મેઇન્ટેનન્સનું કામ શરૂ કરાયું છે. જો કે આ વખતે કોરોના અને ઑમિક્રૉનનું (omicron) સંકટ પણ વાયબ્રન્ટ પર તોળાઈ રહ્યું છે.જેને લઇ ડેલોગેશન સીટીંગ એરેન્જમેન્ટથી માંડી જમવા માટે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : સરદારધામની એક લાખ પાટીદાર મહિલાઓએ શરૂ કર્યું આ અનોખુ અભિયાન

આ પણ વાંચો :  રાજયમાં આગામી 24 કલાક વરસાદી વાતાવરણ રહેશે : હવામાન વિભાગ

g clip-path="url(#clip0_868_265)">