સરદારધામની એક લાખ પાટીદાર મહિલાઓએ શરૂ કર્યું આ અનોખુ અભિયાન

સરદારધામની એક લાખ પાટીદાર મહિલાઓએ શરૂ કર્યું આ અનોખુ અભિયાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 6:38 PM

સરદાર ધામની પ્રવુતિઓ સાથે સંકળાયેલી એક લાખ પાટીદાર મહિલાઓ સ્વાવલંબન અભિયાન અંતર્ગત રોજ 1- 1 રૂપિયો એકત્ર કરીને વર્ષે 3 કરોડ 65 લાખનું ફંડ એકત્ર કરશે.

ગુજરાતમાં(Gujarat) કન્યા કેળવણીને ( Girls Education) વેગ આપવામાં માટે સરદારધામના (Sardardham)   નેજા હેઠળ એક લાખ મહિલાઓએ અનોખુ બીડું ઝડપ્યું છે. જેમાં સરદાર ધામની પ્રવુતિઓ સાથે સંકળાયેલી એક લાખ પાટીદાર મહિલાઓ સ્વાવલંબન અભિયાન અંતર્ગત રોજ 1- 1 રૂપિયો એકત્ર કરીને વર્ષે 3 કરોડ 65 લાખનું ફંડ એકત્ર કરશે.

તેમજ આ એકત્ર થયેલા ફંડમાંથી અંદાજે 10 હજારથી વધુ દીકરીઓનો અભ્યાસ ખર્ચ નીકળી શકશે. આ અભિયાન હેઠળ 33 જિલ્લામાં સરદારધામની 1 લાખ બહેનો અલગ-અલગ ટીમબનાવવામાં આવી છે.

સરદારધામના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો હેતુ શિક્ષણ દ્વારા મહિલા સશકિતકરણનો છે. જેમાં કોઇપણ દીકરીને આર્થિક સંકડામણના પગલે અધવચ્ચે અભ્યાસ પડતો ના મૂકવો પડે તે છે. આ ઉપરાંત મહિલા શિક્ષણ વધતાં મજબૂત અને શિક્ષિત સમાજની દિશામાં પણ એક મહત્વના કાર્યને વેગ મળશે.

સરદારધામ દ્વારા દીકરી સ્વાવલંબન યોજના પણ ચલાવવામાં આવે છે. જેમાં સરદારધામના આ મિશન અંતર્ગત યુવા તેજસ્વી સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે ઉજ્જવળ કારકિર્દી અને આર્થિક પગભર થવા મદદ કરે છે.

આ  પણ વાંચો : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા આદેશ

આ પણ વાંચો :  BANASKANTHA : કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી, કેમ ગ્રામજનોમાં નારાજગી ?

 

g clip-path="url(#clip0_868_265)">