Gujarat Budget 2023-24: ગુજરાતને દેશના વિકાસમાં અગ્રેસર રાખનારું સર્વ સમાવેશી, સર્વ પોષક અને સર્વ ગ્રાહ્ય બજેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આંતરારાષ્ટ્રીય મિલેટ્સ વર્ષને ધ્યાનમાં રાખતા શ્રી અન્ન યોજના પણ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ફાઇબર નેટવર્ક વિસ્તારવાનો ધ્યેય આ બજેટમાં રાખવામાં આવ્યો છે. તેમજ ગુજરાતની રિન્યૂએબલ ઉર્જાનો વપરાશ વધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેની રાજ્ય સરકારના બજેટને આવકારતા પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ બજેટને અમૃતકાળનું બજેટ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. અને દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનનારું બજેટ ગણાવ્યું હતું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2023-24નું બજેટ પાચં બાબતો ઉપર આધારિત છે ગુજરાતનું બજેટ 5 સ્થંભ ઉપર તૈયાર કરવામાં આવ્યુ છે. આજે કુલ 3 લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજુ કરાયું છે.જેમાં આગામી વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ પાચં બાબતો આ પ્રમાણે છે
- ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ ની પાયાની સુવિધા માટે અંદાજે 2 લાખ કરોડ ની ફાળવણી માનવ સંસાધન વિકાસ માટે 4 લાખ કરોડ ની ફાળવણી વિશ્વ કક્ષાની આંતરાષ્ટ્રીય સવલતો માટે અંદાજે 5 લાખ કરોડ ની ફાળવણી કૃષિ ઉદ્યોગ સેવાક્ષેત્ર ની આર્થીક પ્રવૃત્તિઓના વિકાસ માટે અંદાજે 2 લાખ કરોડ ગ્રીનગ્રોથ માટે 2 લાખ કરોડ ની ફાળવણી
Gujarat Budget 2023: સર્વ સમાવેશી, સર્વ ગ્રાહ્ય અને સર્વ પોષક બજેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આંતરારાષ્ટ્રીય મિલેટ્સ વર્ષને ધ્યાનમાં રાખતા શ્રી અન્ન યોજના પણ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ફાઇબર નેટવર્ક વિસ્તારવાનો ધ્યેય આ બજેટમાં રાખવામાં આવ્યો છે. તેમજ ગુજરાતની રિન્યૂએબલ ઉર્જાનો વપરાશ વધારવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આદિજાતિ વિકાસથી માંડીને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત યાત્રાધામોના વિકાસ સાથે પ્રવાસન ઉપર પણ આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે પ્રવાસન ઉપર ભાર મૂક્યો છે. આ બજેટ સર્વ સમાવેશી, સર્વ ગ્રાહ્ય અને સર્વ પોષક છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડ રુપિયાનો વધારો બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વ સમાવેશી, સર્વ ગ્રાહ્ય અને સર્વ પોષક અને વિકાસનો રોડ મેપ બનનારા બજેટને રજૂ કરવા માટે નાણામત્રી કનુ દેસાઈ તથા તેમની ટીમનો આભાર માન્યો હતો.