GSEB Result 2022 : ધોરણ 10 ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત, ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ
રાજ્યમાં ધોરણ 10 ના આશરે 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ (Students) પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ બાદ ધોરણ 10નું પરિણામ (10th Result) જાહેર થશે. રાજ્યમાં ધોરણ 10 ના આશરે 9 લાખ 70 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ બોર્ડની(Gujarat Board) વેબસાઈટ gseb.org પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે., ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ(Marksheet) આપવામાં આવશે. મહત્વનું છે કે જૂન મહિનાની શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન(National Conference of education) મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા, જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતુ, હવે જ્યારે કોન્ફરન્સ પુરી થઈ છે ત્યારે અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા.
4 જૂનના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ
તમને જણાવી દઈએ કે, આ અગાઉ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે માર્ચ-એપ્રિલ-2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12(સામાન્ય પ્રવાહ)નું પરિણામ 04 જૂનના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. જેમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95. 41 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ 76.49 ટકા પરિણામ જાહેર થયુ છે. ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ છે. માત્ર એક જ શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ છે.