ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 4 જૂન અને ધોરણ 10 નું પરિણામ 06 જૂનના રોજ જાહેર કરાશે
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂન અને ધોરણ 10 નું પરિણામ 06 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં(Gujarat) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ(Result) 4 જૂન અને ધોરણ 10 નું પરિણામ 06 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માહિતી આપવામાં આવી છે કે માર્ચ-એપ્રિલ-2022 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12(સામાન્ય પ્રવાહ)નું પરિણામ 04 જૂનના રોજ અને ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર 06 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક enter વેબસાઈટ પરથી મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને S.R શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. ત્યારબાદ ગુણ ચકાસણી, નામ સુધારા ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમુનાના નિયત ફોર્મ (પરિપત્રક) અને ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી…રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું…દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે..બીજી તરફ શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે કે, વર્ષ 2021- 22માં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રી-ટેસ્ટ લેવાશે..