Gujarat Assembly Session Live: વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, રાજ્યમાં 22,548 કરોડની મહેસુલી ખાદ્ય

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:59 PM

Gujarat Assembly 2022 Session Live Updates: વિધાનસભાના સત્રના અંતિમ દિવસની કામગીરી શરૂ કરવામાં આવશે. વિધાનસભામાં આજે બે બિલ રજુ કરવામાં આવશે. જેમાં રખડાતા ઢોર અંગેનું બિલ અને શિક્ષણ અંગેના બિલનો સમાવેશ થાય છે. આ બંને બિલ પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આજે વિધાનસભામાં કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે વિધાનસભાના બજેટ સત્રની કામગીરી પૂર્ણ થશે.

Gujarat Assembly Session Live: વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો, રાજ્યમાં 22,548 કરોડની મહેસુલી ખાદ્ય
Gujarat Assembly Session

Gujarat Assembly Session Live: વિધાનસભાના સત્રના અંતિમ દિવસની કામગીરી શરૂ કરવામાં આવશે. વિધાનસભામાં આજે બે બિલ રજુ કરવામાં આવશે. જેમાં રખડાતા ઢોર અંગેનું બિલ અને શિક્ષણ અંગેના બિલનો સમાવેશ થાય છે. આ બંને બિલ પર ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આજે વિધાનસભામાં કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. આ સાથે વિધાનસભાના બજેટ સત્રની કામગીરી પૂર્ણ થશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Mar 2022 01:15 PM (IST)

    Gujarat Assembly Session Live: જાહેરમાં ઘાસચારો વેચવા મામલે સરકાર દંડમાં કરાશે ઘટાડો

    Gujarat Assembly Session Live: જાહેરમાં ઘાસચારો વેચવા મામલે સરકાર દંડમાં ઘટાડો કરશે. મૂળ બિલમાં સૂચિત બન્ને રકમ પહેલી વખતના ગુનામાં રૂ. 10,000 થી રૂ. 50,000 સુધીની અને બીજી વખતના ગુનામાં રૂ. 50,000થી રૂ. 1લાખની દર્શાવાઇ હતી, જેમાં દંડક તરફથી સુધારો કરી પ્રથમ ગુનામાં રૂ. 1000 થી રૂ. 5000 જ્યારે બીજી વખતના ગુનામાં રૂ. 5000 થી રૂ. 25,000 ની જોગવાઇ સૂચવવામાં આવી હતી.

  • 31 Mar 2022 12:03 PM (IST)

    Gujarat Assembly Session Live: વર્ષ 2020 -21 થી મહેસૂલી પુરાંત સામે 22,548 કરોડની મહેસૂલી ખાદ્ય થઈ

    Gujarat Assembly Session Live: રાજ્યમાં વર્ષ 2020 -21 થી મહેસુલી પુરાત સામે 22,548 કરોડની મહેસુલી ખાદ્ય થઈ છે. મહેસુલી આવકમાં 14688 કરોડના ઘટાડા સામે કુલ ખર્ચમાં 10857 કરોડનો વધારો થયો છે. લોન અને પેશગીની વસુલાતમાં 174 કરોડનો ઘટાડો થતાં ખાધ વધી છે.

  • 31 Mar 2022 12:01 PM (IST)

    Gujarat Assembly Session Live: 15 મીનિટ બાદ ગૃહ ફરી શરૂ થયું, કેગનો અહેવાલ રજૂ કરાયો

    Gujarat Assembly Session Live: કોંગ્રેસના હોબાળા બાદ મોકૂફ રખાયેલું ગૃહ 15 મીનિટ બાદ ફરી શરૂ થયું હતું અને તેમાં કેગનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.

  • 31 Mar 2022 11:57 AM (IST)

    Gujarat Assembly Session Live: અધ્યક્ષે કહ્યું જે બન્યું છે એ ફરી ના થાય એવી સૌને વિનંતી

    Gujarat Assembly Session Live: નીતિન પટેલ બોલતા હતા ત્યારે તેમના બોલવા સમયે વાંધો ઉઠાવાયો હતો. જે બદલ નીતિન પટેલે પ્રતાપ દુધાતને ઠપકો આપ્યો હતો ત્યાર બાદ હોબાળો થયો હતો. આ ઘટના બાદ અધ્યક્ષે જણાવ્યું કે કલ્પસર સામે જે રીતે પક્ષ વિપક્ષ સામ સામે આવ્યા એ યોગ્ય નથી, આવો ઉશ્કેરાટ કોઈને શોભતો નથી. માઇક કેવી રિતે ચાલુ થયું એની તપાસ કરીશ, તમામ ધારાસભ્યોએ ગૃહની ગરિમા જળવવી જોઇએ. કોઈની સીટ સુધી જવાની જરૂર નથી. જે બન્યું છે એ ફરી ના થાય એવી સૌને વિનંતી છે.

  • 31 Mar 2022 11:50 AM (IST)

    Gujarat Assembly Session Live: નર્મદા યોજનાની ક્રેડિટ લેવાની ચડસાચડસીમાં ગૃહમાં હોબાળો થયો હતો

    Gujarat Assembly Session Live: ગૃહમાં નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી. જવાહરલાલ નહેરુની ન હતી. નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહર લાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના અને તે સાકર થઈ એનું ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહિ. નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસના સી.જે. ચાવડાએ કહ્યું કે સરકાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા એટલે એ અમારી જ કલ્પના હતી. જોકે ક્રેડિટ લેવાની ચડસાચડસીમાં ગૃહમાં હોબાળો થયો હતો.

  • 31 Mar 2022 11:44 AM (IST)

    Gujarat Assembly Session Live: કલ્પસર અને નર્મદા યોજના અંગે પક્ષ વિપક્ષ આમને સામને, હૉઉસ 15 મીનટ માટે મોકૂફ રખાયું

    Gujarat Assembly Session Live: કલ્પસર અને નર્મદા યોજના અંગે પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ ના mla દ્વારા ગૃમાં સુત્રોચ્ચાર કરાયો હતો. જેથી સાર્જન્ટને બોલાવવાની ફરજ પડી હતી. હોબાળાને પગલે ગૃહ 15 મીનિટ માટે મોકુફ રખાયું હતું.

  • 31 Mar 2022 11:39 AM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં સરકારી તથા ખાનગી બંને પ્રકારના મોટર વાહનોમાં ગેરકાયદેસર રીતે વ્‍હાઈટ હેડલાઈટનો બેફામ ઉપયોગ છતાં કોઈ કાર્યવાહી નહીં

    Gujarat Assembly Session Live: રાજ્યમાં મોટર વાહનોમાં સરકારી તથા ખાનગી વાહનોમાં ગેરકાયદેસર રીતે વ્‍હાઈટ (એલઈડી) લાઈટ લગાવડી હોવાની હકીકતથી રાજ્ય સરકાર વાકેફ છે. લાખો વાહનોમાં વ્‍હાઈટ લાઈટના કારણે સામેથી આવતાં વાહનચાલકોને જોવામાં ખૂબ જ મુશ્‍કેલી થાય છે. જેના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. તેમ છતાં બે વર્ષમાં માત્ર ૩,૭૯૨ વાહનો સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી લેવામાં આવતી નથી.

    રાજ્યમાં મોટર વાહનોમાં સરકારી અને ખાનગી વાહનોમાં કાચમાં ડાર્ક ફિલ્‍મ લગાડી હોવાની હકીકતથી સરકાર વાકેફ છે. બે વર્ષમાં ડાર્ક ફિલ્‍મ લગાવેલ ૧,૩૭,૮૦૧ વાહનો સામે કાર્યવાહી કરી રૂ.૬,૯૬,૯૯,૨૮૦ની માંડવાળ કરવામાં આવી છે. હજુ પણ લાખો વાહનોમાં ડાર્ક ફિલ્‍મ લગાવેલ છે

  • 31 Mar 2022 11:33 AM (IST)

    Gujarat Assembly Session Live: પશ્ચિમ રેલ્‍વેનું વડુમથક અમદાવાદ ખાતે ખસેડવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્‍દ્ર સરકાર સમક્ષ બે વર્ષથી કોઈ રજૂઆત કરી નથી

    Gujarat Assembly Session Live: કેન્‍દ્ર સરકાર સામે પડતર પ્રશ્નો પૈકી પશ્ચિમ રેલ્‍વેનું વડુમથક અમદાવાદ ખાતે ખસેડવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્‍દ્ર સરકાર સમક્ષ તા.૪-૧-૨૦૨૦ના પત્રથી પશ્ચિમ રેલ્‍વેના અમદાવાદ ખાતે સક્ષમ ઓથોરિટીના કરવાની માંગણી કરવામાં આવી હતી ત્‍યારબાદ રાજ્ય સરકાર દ્વારા પુનઃ કોઈ રજુઆત કરવામાં આવી નથી. કેન્‍દ્રની ભાજપ સરકારે આ બાબતે કોઈ નિર્ણય કરતી નથી.

  • 31 Mar 2022 11:32 AM (IST)

    Gujarat Assembly Session Live: પ્રવાસન, યાત્રાધામ વિકાસ અને માર્ગ અને મકાન પ્રભાગ હેઠળના બોર્ડ નિગમોમાં કાયમી ભરતી કરાતી જ નથી

    Gujarat Assembly Session Live: પ્રવાસન, યાત્રાધામ વિકાસ અને માર્ગ અને મકાન પ્રભાગ/વિભાગ હેઠળના બોર્ડ કોર્પોરેશનમાં ૩,૧૭૦ જગ્‍યાઓ કોન્‍ટ્રાકટ/આઉટસોર્સીંગ ભરતી થયેલા કર્મચારીઓ/અધિકારીઓ ફરજ બજાવે છે. આ નિગમોમાં કાયમી ભરતી કરવામાં આવતી નથી જેના કારણે બેરોજગારોને સરકારી નોકરી મળતી નથી

  • 31 Mar 2022 11:16 AM (IST)

    Gujarat Assembly Session Live: પ્રવાસન, પંચાયત, મત્‍સ્‍યોદ્યોગ, નાગરીક ઉડ્ડયન, કલ્‍પસર, વાહનવ્‍યવહાર, કુટીર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર માટે ફાળવવામાં આવેલ રકમ પુરતી વપરાતી પણ નથી.

    Gujarat Assembly Session Live:પ્રવાસન, પંચાયત, મત્‍સ્‍યોદ્યોગ, નાગરીક ઉડ્ડયન, કલ્‍પસર, વાહનવ્‍યવહાર, કુટીર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ અને સહકાર પ્રભાગ/વિભાગમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં કરવામાં આવેલ જોગવાઈની સામે રૂ. ૪૩૬૮૭૭.૭૨ લાખની ઓછી ફાળવણી કરવામાં આવી અને ફાળવણી કરવામાં આવેલ રકમ પૈકી રૂ.૨૭૪૩૬૪.૯૦ લાખની રકમ વણવપરાયેલ રહી. બે વર્ષમાં બજેટમાં કરવામાં આવેલ જોગવાઈની સામે રૂ. ૭૧૧૨૪૨.૬૨ લાખની ઓછી ફાળવણી અને વણવપરાયેલ રકમ રહી. રાજ્ય સરકાર બજેટમાં મોટી ફાળવણીની જાહેરાતો કરે છે, તે મુજબ ફાળવણી થતી નથી અને ફાળવવામાં આવેલ રકમ પુરતી વપરાતી પણ નથી.

  • 31 Mar 2022 10:54 AM (IST)

    Gujarat Assembly Session Live: રાજ્યમાં ૨૮૯ સરકારી આઈટીઆઈમાં 5874 જગ્‍યાઓ ખાલી

    Gujarat Assembly Session Live: વિધાનસભામાં સરકારે લેખિત જવાબ રજુ કર્યા હતા જે મુબજ રાજ્યમાં ૨૮૯ સરકારી આઈટીઆઈ આવેલી છે. આ આઈટીઆઈમાં ૪,૧૦૬ જગ્‍યાઓ ભરાયેલ છે જેની સામે ૫,૮૭૪ જગ્‍યાઓ ખાલી છે. રાજ્યની સરકારી આઈટીઆઈમાં ૫૯% જગ્‍યાઓ ખાલી છે. બેરોજગાર યુવાન-યુવતીઓને રોજગારી આપવાની જવાબદારી શ્રમ અને રોજગાર વિભાગની છે તે વિભાગની સંસ્‍થાઓમાં જ ૫૯% એટલે કે ૫,૮૭૪ જગ્‍યાઓ ખાલી છે.

Published On - Mar 31,2022 10:51 AM

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">