Gujarat એ મેળવી વધુ એક સિધ્ધિ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-2021 માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

ગુજરાતે આ રેન્કિંગમાં સતત બીજી વખત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમાંક સાથે ફરી એકવાર ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઇન અને ઓછા ખર્ચે લોજિસ્ટિક્સની પોતાની આગવી ક્ષમતાઓ પુરવાર કરીને આ ગૌરવ સિદ્ધિ મેળવી છે. આ બાબત નિકાસની આગેવાની હેઠળની વૃદ્ધિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે.

Gujarat એ મેળવી વધુ એક સિધ્ધિ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-2021 માં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે
NITI Aayog released Export Preparedness Index 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 10:24 PM

ભારત સરકારના નીતિ આયોગે(Niti Ayog) બહાર પાડેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-2021(Export Preparedness Index-2021) માં દેશના બધા 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 78 . 86 નો સૌથી વધુ માનાંક ગુજરાતે(Gujarat)પ્રાપ્ત કર્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના વિકાસ માટે મુખ્ય આધારસ્તંભ તરીકે – અલગ-અલગ સ્તરે નિકાસને વેગ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે 2020 થી સ્થપાયેલ નીતિ આયોગ દ્વારા સ્થાપિત નિકાસ તૈયારી સૂચકાંક (EPI)પર ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ગુજરાત આ પહેલમાં નોંધપાત્ર યોગદાન આપનારૂ રાજ્ય બન્યું છે.EPIની બીજી આવૃત્તિ માટે શુક્રવારે 25 માર્ચે રાજ્યવાર રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું

ગુજરાત EPI ઇન્ડેક્ષની આકારણીના 4 મુખ્ય સ્તંભો અને 11 પેટા સ્તંભોમાં અગ્રીમ

ગુજરાતે આ રેન્કિંગમાં સતત બીજી વખત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમાંક સાથે ફરી એકવાર ઉચ્ચ ગુણવત્તાની સપ્લાય ચેઇન અને ઓછા ખર્ચે લોજિસ્ટિક્સની પોતાની આગવી ક્ષમતાઓ પુરવાર કરીને આ ગૌરવ સિદ્ધિ મેળવી છે. આ બાબત નિકાસની આગેવાની હેઠળની વૃદ્ધિને વેગ આપવા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતે એકસપોર્ટ પ્રીપર્ડનેસ ઇન્ડેક્ષ ની આકારણીના 4 મુખ્ય સ્તંભો અને 11 પેટા સ્તંભોમાં એકંદરે અગ્રીમ સ્થિતિ મેળવી છે.

MSME, વેપારીઓ, મોટા ઉદ્યોગો અને નિકાસલક્ષી એકમો માટે સહાયક પદ્ધતિ અપનાવી

આ આધાર સ્તંભોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, ફાઈનાન્સ સુધી પહોંચ, નિકાસ પ્રમોશન પોલિસી વગેરેને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ ટીમે યોગ્ય માળખું સુનિશ્ચિત કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. અને MSME, વેપારીઓ, મોટા ઉદ્યોગો અને નિકાસલક્ષી એકમો માટે સહાયક પદ્ધતિ અપનાવી છે. વડાપ્રધાન એ 2021-22 ના વર્ષમાં USD 400 બિલિયનની નિકાસ હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્‍યાંક નક્કી કર્યો હતો તે ભારતે 23મી માર્ચ 2022ના રોજ હાંસલ કર્યો છે. આ સિદ્ધિમાં ગુજરાતનો ફાળો સૌથી વધુ એટલે કે દેશની નિકાસમાં 25 ટકાથી વધુનો રહ્યો છે. ગુજરાતે USD 101.2 બિલિયન સુધીનો ફાળો દેશની કુલ નિકાસમાં જાન્યુઆરી 2022 સુધીમાં આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ગુજરાતમાં નિકાસમાં વધારો કરવા માટે સતત પોર્ટનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ પોર્ટ સાથે કનેકટીવીમાં પણ વધારો થયો છે. જેના પગલે ગુજરાતના ઉદ્યોગોને પણ નિકાસ માટેની વધુ સારી સુવિધાઓ પણ મળી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો, હાઉસિંગ યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગુંજ્યો

આ પણ વાંચો : જામનગર : રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલના વરદ હસ્તે પોસ્ટલ કવર તેમજ INS વાલસુરાની કોમેમોરેટીવ બુકનું વિમોચન કરાયું

g clip-path="url(#clip0_868_265)">