AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat ની કોરોના વેકસીનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ, આટલા કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના  10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે  મેળવી છે.

Gujarat ની કોરોના વેકસીનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ, આટલા કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ
Gujarat Corona Vaccination (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 5:46 PM
Share

કોરોના(Corona) મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના(Corona Vaccine)  10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે(Gujarat)  મેળવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. 16 મી જાન્યુઆરી-2021 થી કરવામાં આવ્યો હતો. તા.31 જાન્યુઆરી-2021થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી.

આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં ૧૮ વર્ષથી વધુ વયના ૪ કરોડ ૮૭ લાખ ૧૧,૬૮૧ એટલે કે ૯૮.૮ ટકા લાભાર્થીને પહેલો ડોઝ, ૪ કરોડ પ૯ લાખ ૩૬ હજાર ૪૮૧ એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના ૯પ.૭ ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, તા. ૩ જાન્યુઆરી-ર૦રરથી ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા ૩પ.પ૦ લાખ બાળકોમાંથી ૭૯.૯ ટકા એટલે કે ર૮,૪૪,૪૯૬ને પહેલો ડોઝ અને પર.ર ટકા એટલે કે ૧૦,૧૦,ર૬૭ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

જ્યારે પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.૧૦મી જાન્યુઆરી-ર૦રરથી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને ૧૬ લાખ ર૧ હજાર ૧૩૮ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્રતયા રાજ્યમાં ૧૦ કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.૮મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે. ગુજરાતે ૧૦ કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૯ લાખ ૯૬ હજાર ૭ર૪ વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં વેક્સિન સ્ટોરેજ માટે રરપ૦ સ્ટોર, રપ૯૯ આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર, ૮૪૯૩૩ વેક્સિન કેરિયર અને ૪૦૩૪ કોલ્ડ બોક્સ જેવા કોલ્ડ ચેઇન સાધન સમગ્રી ઉપલબ્ધ છે. નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા ૧ર હજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : Gujarat ના યાત્રાધામ બહુચરાજીની ટ્રાફિકની સમસ્યા સંસદમાં ગુંજી

આ પણ વાંચો :   Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">