Gujarat ના યાત્રાધામ બહુચરાજીની ટ્રાફિકની સમસ્યા સંસદમાં ગુંજી

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે સંસદમાં વિનંતી કરી હતી કે શંખલપુર રોડ પર આવેલ એલસી નંબર 69 થી બેચરાજી એલસી 68 ને સમાંતર 10 થી 15 મીટર પહોળાઈનો આરસીસી રોડ બનાવવા માટે ખાસ મંજુરી આપવામાં આવે અને રોડ બનાવવામાં આવે.

Gujarat ના યાત્રાધામ બહુચરાજીની ટ્રાફિકની સમસ્યા સંસદમાં ગુંજી
Gujarat Bechraji Temple (File Photo)
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Feb 08, 2022 | 4:55 PM

ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં(Becharaji)શંખલપુર રોડ ઉપર આવેલા માર્કેટ યાર્ડ પાસે બનતા અંડરપાસ અને ટ્રાફિકની(Traffic) સમસ્યાઓથી બચવા રેલવે ના ફાટક નં 69 થી ફાટક નં 68 સુધી રેલવે ના સમાંતર રોડ બનાવવા માટે સંસદમાં(Parliament) રજૂઆત કરી હતી. જેમાં મહેસાણાના લોકસભાના સાંસદ શારદાબેન પટેલ દ્વારા કરાયેલ રજૂઆત મુજબ શારદાબેન પટેલના સંસદીય મતવિસ્તારમાં આવેલા બેચરાજી નગરમાં વિશ્વ પ્રસિદ્ધ બહુચર માતાજીનું પવિત્ર યાત્રાધામ છે. બેચરાજીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) પણ છે જેમાં મારુતિ સુઝુકી, હોન્ડા અને અન્ય ઘણી મોટી કંપનીઓના ઉત્પાદન પ્લાન્ટ છે. જેના કારણે બેચરાજીનો ઘણો વિકાસ થઈ રહ્યો છે. હાલમાં અમદાવાદ-બેચરાજી-રણુંજ-પાટણ બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ પણ પ્રગતિમાં છે. જેમાં શંખલપુર રોડ પર બેચરાજી કિસાન મંડી (APMC) પાસે એલસી નંબર 69ની જગ્યાએ અંડરપાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ અંડરપાસ યાત્રાધામ બેચરાજીને યાત્રાધામ શંખલપુર ગામને જોડતા અતિ મહત્વના માર્ગ પર આવેલો છે. બેચરાજી તાલુકાની સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ શંખલપુર રોડ પર આવેલી છે. દરરોજ આસપાસના 50 થી વધુ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. APMC માર્કેટ યાર્ડ અંડરપાસ પાસે આવેલ છે.

જેમાં ખેડૂતો તેમની ઉપજ વેચવા માટે ટ્રેક્ટર અને ટ્રક દ્વારા માર્કેટયાર્ડમાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. શંખલપુર ગામમાં બહુચર માતાજીનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર પણ છે. જ્યાં દર ચૈત્ર અને આસો સુદ પૂનમની રાત્રે બહુચર માતાની સવારી બેચરાજી મંદિરથી શંખલપુર મંદિરે આવે છે. જેમાં હજારો ભક્તો હાજરી આપે છે. શંખલપુર ખાતે આ રોડ પર ફાર્મસી કોલેજ અને બેચરાજી તાલુકાની એકમાત્ર ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન શાળા આવેલી છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં બેચરાજીની બાજુમાંથી આશરે 15 થી 20 ગામના બાળકો અભ્યાસ અર્થે આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ ઉપરાંત વરસાદી ઋતુમાં અંડરપાસમાં પાણી ભરાવાના સંજોગોમાં ઈમરજન્સી સેવાઓ અને શાળાના બાળકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ પ્રદેશમાં SIR વિસ્તરણમાં મારુતિ અને હોન્ડા જેવી ઘણી કંપનીઓ છે અને તે કંપનીઓ પર આધાર રાખીને બીજી સેંકડો નાની કંપનીઓ કાર્યરત છે. અલગ-અલગ કંપનીઓના વાહનોની અવરજવરને કારણે ટ્રાફિકની પણ ઘણી સમસ્યા સર્જાય છે. આ તમામ મુસીબતોથી બચવા માટે શંખલપુર રોડ પર આવેલ એલસી નંબર 69 થી બેચરાજી 68 સુધીની સમાંતર 10 થી 15 મીટર પહોળાઈનો આરસીસી રોડ બનાવવો અત્યંત જરૂરી છે.

જેથી આ ટ્રાફિક દરમિયાન ઈમરજન્સી સેવાઓને અસર ન થાય. તેથી ઉપરોક્ત રજુઆતને અગ્રતા રૂપે લઈ શારદાબેન પટેલે વિનંતી કરી હતી કે શંખલપુર રોડ પર આવેલ એલસી નંબર 69 થી બેચરાજી એલસી 68 ને સમાંતર 10 થી 15 મીટર પહોળાઈનો આરસીસી રોડ બનાવવા માટે ખાસ મંજુરી આપવામાં આવે અને રોડ બનાવવામાં આવે.

આ પણ વાંચો : Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

આ પણ વાંચો : Dang: કેન્દ્ર સરકારના રિવર લિંક પ્રોજેકટનો વિરોધ શરૂ, ડેમ હટાવો ડાંગ બચાવો સૂત્ર સાથે વલસાડ, ડાંગ અને તાપીના આગેવાનો ભેગા થયા

g clip-path="url(#clip0_868_265)">