
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે લોકોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને નાના પાયે પોતાનો વ્યવસાય કે રોજગારી શરૂ કરવા માંગતા હોય તેમના માટેની માટેની અમલી માનવ ગરીમા યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે માનવ ગરીમા યોજનાનો લાભ મેળવી શકો છો.
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા-રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
અનુસૂચિત જાતિના લોકો કે, જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
સમાજ કલ્યાણની વેબસાઈટ પર ઓન લાઈન અરજી કરવાની હોય છે. અરજી કરવા માટેની વેબસાઈટ- https://esamajkalyan.gujarat.gov.in
માનવ ગરિમા યોજનાનુ અમલીકરણ જિલ્લા નાયબ નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયતમાં સમાજ કલ્યાણ શાખા
સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો