Gandhinagar: મંદિરોની દાનપેટી ઉઠાવી જનારી ચોર ગેંગ ઝડપાઈ, 21 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો

મંદિરોની દાનપેટીને ટાર્ગેટ કરતી ગેંગ ગાંધીનગર પોલીસે ઝડપી છે. સવારે રિક્ષામાં પેસેન્જર બેસાડી રસ્તામાં આવતા મંદિરોની રેકી કરતા અને રાત્રે એ જ રીક્ષા લઈને મંદિરોની દાન પેટીઓના તાળા તોડી ચોરી આચરતા હતા. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓના નાના-મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ કરી તેની દાન પેઢીના તાળા તોડી ચોરીઓ આચરી હોવાની માહિતી સામે આવી છે.

Gandhinagar: મંદિરોની દાનપેટી ઉઠાવી જનારી ચોર ગેંગ ઝડપાઈ, 21 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો
21 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 26, 2023 | 10:27 PM

મંદિરોની દાનપેટીને ટાર્ગેટ કરતી ગેંગ ગાંધીનગર પોલીસે ઝડપી છે. સવારે રિક્ષામાં પેસેન્જર બેસાડી રસ્તામાં આવતા મંદિરોની રેકી કરતા અને રાત્રે એ જ રીક્ષા લઈને મંદિરોની દાન પેટીઓના તાળા તોડી ચોરી આચરતા હતા. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓના નાના-મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ કરી તેની દાન પેઢીના તાળા તોડી ચોરીઓ આચરી હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી

તાજેતરમાં જ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોનાં મંદિરોમાં નાની મોટી ચોરીઓ થવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી. ગાંધીનગર પોલીસ રાત્રીના સમયે કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી, કે બે રીઢા ચોર તેની રીક્ષા લઈને ચોરી કરવાના ઇરાદે કલોલ તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે ગાંધીનગર પોલીસે રિક્ષામાં આવી રહેલા બંને રીઢા ચોરને પકડી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે રિક્ષા તપાસ કરતા તેમાંથી ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા.

દાનપેટીમાંથી કરતા ચોરી

બંનેની પૂછપરછ કરતાં ચોકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. પકડાયેલા બંને રીઢા ચોર અમિતકુમાર ઉર્ફે કેકે મકવાણા અને બાબુભાઈ નાયક હતા. આ બંને રીઢા ચોર સામાન્ય રીતે રીક્ષા ચલાવતા હતા. આખો દિવસ પેસેન્જર ભરી અલગ અલગ જગ્યાઓ પર ફેરા કરતા હતા તે દરમિયાન રસ્તામાં આવતા નાના મોટા મંદિરોની રેકી કરતા હતા અને બાદમાં તે જ રીક્ષા લઈને રાત્રિના સમયે મંદિરોની દાન પેટીના તાળા તોડી ચોરી કરતા હતા.

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023

બંને ચોર રિક્ષામાં જ તાળા તોડવાના સાધનો પણ રાખતા હતા. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે અમિતકુમાર દ્વારા ફક્ત ગાંધીનગર જ નહીં પરંતુ સાબરકાંઠા, અમદાવાદ શહેર, મહેસાણા સહિતના જિલ્લાઓમાં નાના મોટા 21 જેટલા મંદિરોને ટાર્ગેટ કરી તેમાંથી દાન પેટીનાં તાળા તોડી ચોરી કરી હતી. ગાંધીનગરના માણસામાં તાજેતરમાં નોંધાયેલી મંદિરમાં ચોરીની ફરિયાદમા પણ આ બંને આરોપીઓ સંઘવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા અન્ય પણ પાંચ જેટલી ચોરીઓના ભેદ ઉકેલાયા હતા. હાલ તો પોલીસે બંને ચોરોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય કોઈ પણ મંદિરને ટાર્ગેટ કર્યું છે કે કેમ અથવા તો આ બંને ચોર સાથે અન્ય કોઈ વ્યક્તિ ચોરીના કેસોમાં સામેલ છે કે કેમ તેની પણ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">