Gandhinagar: PM મોદીના માતા હિરાબાએ લહેરાવ્યો ત્રિરંગો, બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી હર ઘર ત્રિરંગા અભિયાનના બન્યા સહભાગી

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ તેમના રાયસણ ખાતેના ઘરે ત્રિરંગો ઝંડો લહેરાવ્યો હતો. હાથમાં ત્રિરંગો લઈ હિરાબા ઘરની બહાર બાળકો સાથે ત્રિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા, આ દરમિયાન તેમણે સામાન્ય પરિવારના બાળકોને ત્રિરંગાનું વિતરણ કર્યુ હતુ.

Gandhinagar: PM મોદીના માતા હિરાબાએ લહેરાવ્યો ત્રિરંગો, બાળકોને રાષ્ટ્રધ્વજનું  વિતરણ કરી હર ઘર ત્રિરંગા અભિયાનના બન્યા સહભાગી
હિરાબા
TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 13, 2022 | 7:48 PM

દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના માતા હીરા બા પણ સહભાગી થઈ રહ્યા છે. PM મોદીએ તમામ દેશવાસીઓને 13 થી 15 ઓગષ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દરેક દેશવાસીને તેમના ઘર ત્રિરંગો લહેરાવવા આહ્વાન કર્યુ છે. એટલુ જ નહી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર, કામના સ્થળે, સરકારી કચેરીએ ત્રિરંગો ઝંડો લહેરાવી શકશે. હર ઘર ત્રિરંગા અભિયાનને લઈને દરેક દેશવાસીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીના માતા હીરાબા પણ સહભાગી બન્યા છે. તેમણે ગાંધીનગર (Gandhinagar)ના રાયસણ ખાતેના તેમના નિવાસસ્થાને સામાન્ય પરિવારના બાળકોને ત્રિરંગાનું વિતરણ કર્યુ હતુ અને બાળકો સાથે ત્રિરંગો (Tiranga) ઝંડો લહેરાવ્યો હતો. આ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયુ હતુ.

હીરાબાએ બાળકો સાથે લહેરાવ્યો ત્રિરંગો

હીરાબાએ તેમના ઘરની નજીક આવેલા ગુડાના મકાનોમાં રહેતા મધ્યમવર્ગિય અને સામાન્ય પરિવારના બાળકોને  ત્રિરંગાનું વિતરણ કર્યુ હતુ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. 100 વર્ષની જૈફ વયે પણ હિરા બા હર ઘર ત્રિરંગા અભિયાનમાં સહભાગી બની પોતાનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો અને દેશવાસીઓને પણ પ્રેરિત કર્યા હતા. આપને જણાવી દઈએ કે 18 જૂને હીરાબાએ 100 વર્ષ પૂર્ણ કર્યા છે, આ દિવસે PM મોદી પણ માતાના આશિર્વાદ લેવા ગૃહરાજ્ય ગુજરાત આવ્યા હતા અને માતૃવંદના કરી તેમના આશિર્વાદ મેળવ્યા હતા.

હર ઘર ત્રિરંગા અભિયાનના સહભાગી બન્યા હિરાબા

આ પ્રથમવાર નથી કે હિરાબા એ તેમનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હોય, તેઓ હંમેશા સામાન્ય નાગરિકની જેમ જ તેમનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા રહે છે, કોરોના સમયે પણ હિરાબાએ વેક્સિનના બંને ડોઝ લઈ લોકોને કોરોનાની રસી લેવાની પ્રેરણા પુરી પાડી હતી. આટલુ જ નહીં દેશમાં કોરોનાની પ્રથમ લહેર સમયે પીએમ મોદીએ જનતા કર્ફ્યુ બાદ રાત્રે કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરવા માટે ઘંટડી વગાડવા આહ્વાન કર્યુ હતુ. તેમા પણ હિરાબાએ થાળી અને ચમચી વગાડી કોરોના વોરિયરનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

આટલુ જ નહીં હિરાબા દરેક ચૂંટણીમાં મતદાન કરવા માટે જાય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હિરાબા તેમના મતાધિકારનો પ્રયોગ કરે છે. તો નોટબંધી સમયે પણ તેઓ સામાન્ય નાગરિકની જેમ બેંક બહાર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. દેશની દરેક બાબતમાં હિરાબા PM મોદીનો સહયોગ કરતા જોવા મળ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati