Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: રાજ્યના ઓદ્યોગિક વિકાસને વેગ આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય, બનાસકાંઠામા મુ઼ડેઠા ખાતે સ્થપાશે નવી ઓદ્યોગિક વસાહત

Gandhinagar: રાજ્યના ઓદ્યોગિક વિકાસને વેગ આપતો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. બનાસકાંઠાના મુડેઠા ખાતે નવી ઓદ્યોહિક વસાહત સ્થપાશે. મુડેઠાની નવી ઓદ્યોગિક વસાહત માટે 2.45 લાખ ચો.મી. જમીન ફાળવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. રાજ્યમાં 239 વિવિધ ઓદ્યોગિક વસાહતો દ્વારા 25 લાખથી વધુ લોકોને ડાયરેક્ટ રોજગારી મળશે.

Gandhinagar: રાજ્યના ઓદ્યોગિક વિકાસને વેગ આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય, બનાસકાંઠામા મુ઼ડેઠા ખાતે સ્થપાશે નવી ઓદ્યોગિક વસાહત
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:25 PM

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે બનાસકાંઠામાં ડીસા તાલુકાના મુડેઠા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને નવી ઔદ્યોગિક વસાહતની સ્થાપના માટે 2,45,000 ચો.મી. જમીન ફાળવવા અંગેની મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ અને ઓટો હબ સહિત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દ્વારા દેશ-વિદેશના ઔદ્યોગિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા વાયબ્રન્ટ સમિટની સફળ શૃંખલા શરૂ કરાવેલી છે.

CMનો ઓદ્યોગિક વિકાસને વેગ આપતો નિર્ણય

વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાના પગલે રાજ્યમાં એફડીઆઈ તેમજ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાત વિશ્વભરના રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

સાથોસાથ ક્લસ્ટર બેઝ્ડ ઔદ્યોગિક વસાહતો, SIR, MSME પાર્ક, વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, મલ્ટીલેવલ પ્લગ એન્ડ પ્લે શેડ્સ તથા કન્ટ્રી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપની સ્થાપના અંતર્ગત બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતો અને ઇંડસ્ટ્રિયલ પાર્ક્સમા ઉપલબ્ધ છે.

બનાસકાંઠાના મુડેઠા ખાતે સ્થપાશે નવી ઔદ્યોગિક વસાહત

રાજ્યમાં બ્લક ડ્રગ પાર્ક, ટેક્સટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક, એગ્રો-ફુડ પાર્ક, સી-ફુડ પાર્ક, સીરામીક પાર્ક, ટ્રાયબલ પાર્ક સહિત સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક એકમો વિકસિત થઈ રહ્યાં છે. આથી સેક્ટર સ્પેસિફિક મૂડીરોકાણને પણ વેગ મળ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર ધી આસિસ્ટન્સ ટુ ધી ઇન્ડસ્ટ્રીઝના પરિણામે ગુજરાતમાં ઉદ્યોગ રોકાણકારોને અનેક પ્રોત્સાહન આપવામાં આવે છે.

મુડેઠાની નવી ઔદ્યોગિક વસાહત માટે 2.45 લાખ ચો.મી. જમીન ફાળવવા CMની મંજૂરી

આ નીતિઓ અંતર્ગત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા માટે રાજ્ય સરકારે ઓનલાઈન સિંગલ વિન્ડો સિસ્ટમ અને ફેસલેસ એપ્લિકેશન ફેસિલિટી વિકસાવી છે. વિવિધ પ્રકારની મંજૂરીઓ ઓનલાઈન મેળવી શકાય તે માટે એક જ પોર્ટલ મારફતે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે ઉદ્યોગકારો-ઉદ્યોગ સાહસિકોને મદદ રૂપ થવા નોડલ એજન્સી તરીકે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ 1962થી કાર્યરત છે. જીઆઈડીસી પાસે 41000 હેક્ટરથી વધુ જમીનમાં 239 વિકસિત કરાયેલી ઔદ્યોગિક વસાહતો છે. 70 હજારથી વધુ પ્લોટ્સ અને 50,000થી વધુ ઔદ્યોગિક એકમોનું સુવ્યવસ્થિત માળખુ છે. આ માળખા દ્વારા ૨૫ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળે છે.

આ પણ વાંચો: Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાત, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુડેઠા ખાતે નવી ઔદ્યોગિક વસાહત શરૂ કરવાની આપેલી મંજૂરીને પરિણામે બનાસકાંઠા જિલ્લાના દૂરદરાજના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને આ સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે.

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">