Gandhinagar: ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો એક પણ કેસ નથી: આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ
Delta plus variant : આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી.
Delta plus variant: કોરોના વાયરસની બીજી લહેર બાદ હવે કોરોના કેસ (corona case)માં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે ડેલ્ટા પ્લસના કારણે થર્ડ વેવની શક્યતા જોવાઈ રહી છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant) અને વેકસિનેશન મામલે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે (Health Secretary Manoj Agarwal)કહ્યું કે ગુજરાતમાં એક પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ નોંધાયો નથી.
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant) ખુબ ઝડપથી વધી રહ્યો છે. ડેલ્ટા પ્લસને ખુબ જ ખતરનાક ગણવામાં આવી રહ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અને વેકસિનેશન મામલે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ (Health Secretary Manoj Agarwal)નું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી.
રાજ્યમાં 130ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. દરરોજ 30થી 40 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવે છે. કોરોના કેસની સંખ્યા ઘટશે તો જ સેમ્પલની સંખ્યા ઘટશે. વેક્સિન મામલે આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે વેક્સિન ડ્રાઈવ ખુબ યોગ્ય રીતે ચાલી રહી છે.
24 જુનના રોજ 4.40 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતુ. આ વેક્સિન ભારત સરકાર ઉપલબ્ધ કરાવે છે. જેથી વેક્સિન (Vaccine)ની ઉપલબ્ધતાનો કોઈ પશ્ન જ નથી. દેશના 8 રાજ્યોમાં કોરોના વાયરસ (Corona virus)નો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)જોવા મળ્યો છે.
મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો પ્રથમ કેસ કર્ણાટકમાં નોંધાયો છે. તેમજ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં 23 મેના રોજ એક મહિલાનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો: Rajkot: AIIMSનું નિર્માણ કાર્ય પુરજોશમાં, સાંસદ મોહન કુંડારિયા અને એઈમ્સના ડાયરેક્ટર કરશે મુલાકાત