AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: AIIMSનું નિર્માણ કાર્ય પુરજોશમાં, સાંસદ મોહન કુંડારિયા અને એઈમ્સના ડાયરેક્ટર કરશે મુલાકાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 4:33 PM
Share

Rajkot AIIMS : એઈમ્સમાં અલગ- અલગ ભવનનું (Departments) નિર્માણ કાર્ય શરૂ છે અને વર્ષ 2022 સુધીમાં  હોસ્પિટલમાં 50 બેડ તૈયાર થઈ જશે

Rajkot AIIMS: સૌરાષ્ટ્રમાં આરોગ્યનું  હબ ગણાતા રાજકોટ શહેરમાં એઈમ્સનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. પરા પિપળીયા ગામ ખાતે નિર્માણ પામી રહેલી એઈમ્સના નિર્માણ કાર્યને લઈને સાંસદ મોહન કુંડારિયા (Mohan Kundariya) અને એઈમ્સના ડાયરેક્ટર(AIIMS Director) એઈમ્સની મુલાકાત લેશે.

 

હાલ, એઈમ્સમાં અલગ- અલગ ભવનનું (Departments) નિર્માણ કાર્ય શરૂ છે અને વર્ષ 2022 સુધીમાં  હોસ્પિટલમાં 50 બેડ તૈયાર થઈ જશે,  તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. સાંસદ મોહન કુંડારિયા અને એઈમ્સના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ રાજકોટના પરા પીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઈમ્સની મુલાકાત લઈને હોસ્પિટલની પાયાની સુવિધા અને કામગીરી અંગે સમીક્ષા કરશે.

 

 

એઈમ્સના અધિકારીનું કહેવું છે કે “આગામી ડિસેમ્બર મહિનામાં ઓપીડી (OPD) શરૂ થઈ જશે, ઉપરાંત જુલાઈ મહિના સુધીમાં 70થી વધુ ફેકલ્ટીની (Faculty) નિમંણુક કરવામાં આવશે અને તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની (Peramedical Staff) ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.”

 

મહત્વપૂર્ણ છે કે ડિસેમ્બર 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એઈમ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન હર્ષ વર્ધન દ્વારા શૈક્ષણિક  વર્ષ 2020-21ના MBBS વિદ્યાર્થીઓની પ્રથમ શૈક્ષણિક બેચનું(Education batch) વર્ચ્યુઅલ  ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું, જેમાં MBBSની પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: Vaccination : દેશમાં સગર્ભા મહિલાઓને પણ અપાશે કોરોના વેક્સિન, તૈયારીઓમાં લાગી સરકાર

 

આ પણ વાંચો: Delta Plus Variant : કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે ચિંતા વધારી, મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગી શકે છે

g clip-path="url(#clip0_868_265)">