Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ

મંત્રીના હસ્તે ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલ પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્કાલય થકી ગ્રામજનોને વિવિધ પુસ્તકોનું વાંચન અને અખબારોનું વાંચન કરી શકશે.

Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ
Gandhinagar: Minister for Rural Development inaugurates Model e-Gram Panchayat and Library in Bileshwapura village
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Feb 14, 2022 | 7:00 PM

ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના કલોલ તાલુકાના સાંસદ આદર્શ ગામ બિલેશ્વરપુરાની (Bileshwarpura)આજરોજ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી (Minister for Rural Development and Rural Housing)અર્જુનસિંહ ચૌહાણે (Arjun Singh Chauhan)મુલાકાત લીધી હતી. બિલેશ્વપુરા ગામના ઇ- ગ્રામ સેવામાં છેલ્લા ચાર વર્ષથી જિલ્લા સ્તરે પ્રથમ આવતા રોકડ પુરસ્કાર મળેલ છે. આ શ્રેષ્ઠ કામગીરી બદલ ઇ- ગ્રામ પંચાયતને આર.ઓ.મશીન, બેટરી બેકઅપ, જમ્બો પ્રિન્ટર, લેમીનેશન મશીન અને અરજદારો માટે બેઠક વ્યવસ્થા કરી આપીને મોડેલ ઇ-ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે. અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મોડલ ઇ- ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રીના હસ્તે ગામમાં અંદાજે એક લાખ રૂપિયાના ખર્ચે મનરેગા હેઠળ તૈયાર થયેલ પુસ્તકાલયનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્કાલય થકી ગ્રામજનોને વિવિધ પુસ્તકોનું વાંચન અને અખબારોનું વાંચન કરી શકશે. મંત્રીએ ગ્રામ પંચાયત અને એન.જી.ઓ. થકી તૈયાર કરવામાં આવેલા મોડેલ નંદધરની પણ મુલાકાત લીધી હતી. આ નંદઘરમાં જે નવીન સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. તેની માહિતી પણ મેળવી હતી. તેમજ નંદઘરનું બારીકાઇથી નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે ગામમાં તૈયાર કરવામાં આવેલા ધ્યાનકર્ષિત ચબુતરાની પણ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન તેમની સાથે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેવાંગી દેસાઇ, કલોલ પ્રાંત અધિકારી કિષ્ના વાઘેલા, કલોલ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગાંધીનગરમાં 22મી ફેબ્રુઆરીએ અને દહેગામ ખાતે 24 ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર, ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબફેર તા. 22મી ફેબ્રુઆરી, 2022 ના રોજ ગાંધીનગર ખાતે અને તા. 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ દહેગામ ખાતે યોજાશે.જેમાં તા. 22મી ફેબ્રુઆરી, 2022 ના રોજ ગાંધીનગર ખાતે બલરામ મંદિર પરિસર, શ્રી ઉમિયામાતાજી મંદિર પાસે, કલેકટર કચેરી સામે, સેકટર- 12, ગાંધીનગર ખાતે સવારના 11.00 કલાકે યોજાશે. તેમજ તા. 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ દહેગામ ખાતે એમ.બી.કોલેજ ઓફ કોમર્સ એન્ડ જીએમએન આર્ટસ કોલેજ,નહેરુ ચોકડી પાસે, ખાતે સવારના 11.00 કલાકે યોજાશે.

આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ ગુગલ લીંક ફોર્મમાં પોતાનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન https://forms.gle/R7eVqBaV1ex8jc416 લીંક પર કરવાનું રહેશે.

આ રોજગાર ભરતી મેળામાં ધોરણ 10 પાસ,12 પાસ,ગ્રેજ્યુએશન, આઈ.ટી.આઈની લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટાની પાંચ નકલ સાથે હાજર રહેવાનું રહેશે.. જિલ્લા રોજગાર અધિકારી આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિના સભ્યોને, કોર્પોરેટરોની જેમ 12 લાખના ખર્ચે કરાશે લેપટોપની લ્હાણી

આ પણ વાંચો : સૌથી મોટા ફ્રોડ અંગે સરકારનું નિવેદનઃ ABG Shipyard કૌભાંડ અગાઉની સરકારની દેન, યુપીએના શાસનમાં જ એનપીએ થઈ ગયું હતું એકાઉન્ટ

g clip-path="url(#clip0_868_265)">