Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિના સભ્યોને, કોર્પોરેટરોની જેમ 12 લાખના ખર્ચે કરાશે લેપટોપની લ્હાણી
આજરોજ કાંસકીવાડ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં સામાન્ય સભામાં વરાછા બી-ઝોનમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ એક અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી.
Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે બજેટ (Budget)મુદ્દે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સભ્યોને લેપટોપ (Laptop)આપવા સંદર્ભે નિર્ણયને તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો.
આ સિવાય પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓની યુનિક ઓળખના ભાગરૂપે શાળાઓમાં એક સરખા કલર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આજરોજ કાંસકીવાડ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં સામાન્ય સભામાં વરાછા બી-ઝોનમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ એક અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી.
જોકે શિક્ષકોના અભાવ વચ્ચે નવી શાળાઓ શરૂ કરવા મુદ્દે વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરા દ્વારા રજુઆત કરવામાં આવતાં શાસકોએ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી હોવાનું જણાવવા સાથે વહેલી તકે શિક્ષકોની ઘટ પુરી કરવા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
મ્યુનિ. સ્કુલ બોર્ડની આજની સામાન્ય સભામાં કોર્પોરેટરોની જેમ શિક્ષણ સમિતિના પણ તમામ સભ્યોને 12 લાખ રૂપિયાના માતબર ખર્ચે લેપટોપ આપવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં એક સૂરે તમામ સભ્યોએ દરખાસ્તને મંજુર કરી દીધી હતી. આ સિવાય સમિતિની પ્રત્યેક શાળામાં બે સ્માર્ટ બોર્ડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાકેશ હીરપરા દ્વારા વિરોધને બદલે માત્ર સૂચનો
આમ આદમી પાર્ટીના એકમાત્ર સભ્ય એવા રાકેશ હિરપરા દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષણ અને શિક્ષકો મુદ્દે આક્રામક વલણની શક્યતા વધુ એક વાર નઠારી નીવડી હતી.
શિક્ષકોની અછત પૂરી કરો અને ગુરૂ વિના જ્ઞાન ક્યાંથી. ના સૂત્રો લખેલી ટીશર્ટ પહેરીને સામાન્ય સભામાં પહોંચેલા રાકેશ હીરપરા દ્વારા ચર્ચા દરમ્યાન એક પણ મુદ્દે વિરોધને બદલે માત્ર રજુઆતો અને સુચનો કરવામાં આવતાં ખુદ શાસકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો : RAJKOT : ચોકલેટ ડેના દિવસે યુવતીની છેડતી કરી, વેલેન્ટાઇન ડેના દિવસે પોલીસે પાસામાં ધકેલ્યો