AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર : મેયર હિતેષ મકવાણાએ ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી, HIV+ બાળકો સાથે ભોજન માણ્યું

ગાંધીનગર શહેરના સ્પેશ્યિલ ચાઈલ્ડ હોમ, સેક્ટર ૧૯ ખાતે આવેલ HIV +ve 1 વર્ષ થી લઇ 18 વર્ષની ઉંમરના બાળકો રહે છે. ત્યારે આજના દિવસે ગાંધીનગર કોર્પોરેશનની મેયર સહિતની ટીમ દ્વારા આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.

ગાંધીનગર : મેયર હિતેષ મકવાણાએ ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી,  HIV+ બાળકો સાથે ભોજન માણ્યું
Gandhinagar: Mayor Hitesh Makwana had lunch with HIV + children at Uttarayan
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:31 PM
Share

ગાંધીનગર : રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની (Uttarayan) ઉજવણી થઈ. મકરસંક્રાતિ પર્વની નેતાઓથી માંડી સામાન્ય જનતાએ પતંગ ચગાવવાની (Kite) મજા માણી, પરંતુ આ તમામની વચ્ચે ગાંધીનગરમાં (Gandhinagar) ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ.

ગાંધીનગર મહાનગરપાલિકાના(Corporation) મેયર હિતેષ મકવાણાએ (Mayor Hitesh Makwana) ઉત્તરાયણ પર્વની એક આગવી રીતે ઉજવણી કરી. જે સમાજ માટે ઉદાહરણ રૂપ છે. સામાન્ય રીતે ઉતરાયણનો પર્વ લોકો પોતાના પરિવાર સાથે વિતાવતા હોય છે. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ આ દિવસ વિતાવ્યો HIV +ve બાળકો સાથે.

ઉલ્લેખનીય છેકે ગાંધીનગર શહેરના સ્પેશ્યિલ ચાઈલ્ડ હોમ, સેક્ટર ૧૯ ખાતે આવેલ HIV +ve 1 વર્ષ થી લઇ 18 વર્ષની ઉંમરના બાળકો રહે છે. ત્યારે આજના દિવસે ગાંધીનગર કોર્પોરેશનની મેયર સહિતની ટીમ દ્વારા આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જે બાળક તથા એચઆઇવી (HIV)નું નામ સાંભળી આજે પણ સમાજનું ટેરવું ચડી જાય છે એ બાળકો સાથે બેસીને ભોજન કર્યું હતું. તેમજ બધા જ બાળકો સાથે લાંબો સમય ગાળી તેમના જીવનની વેદનાને સમજવાની કોશિશ કરી હતી. અને દરેક સંજોગોમાં તેમના સાથ, સહકાર, તથા શક્ય મદદની ખાત્રી આપી હૈયાધારણા આપી હતી.

ઉલ્લેખનીય છે કે આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રમાણે આજના દિવસથી સૂર્ય નારાયણ દેવ ઉત્તર-દિશા તરફ પ્રયાણ કરે છે. તેમજ આજના ઉત્તરાયણના પવિત્ર દિવસે આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા આગવો જ ગણાવવામાં આવ્યો છે. ત્યારે સમાજમાં આજના દિવસે કરાયેલી આ પહેલથી બાળકોને જે સ્મિત અને ખુશી મળીએ સરાહનીય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,019 કેસ નોંધાયા

આ પણ વાંચો : Surat: કોરોના કાળમાં આ સુરતીએ બનાવ્યો ઓમીક્રોન અને કોરોના વાયરસ દર્શાવતો મહાકાય પતંગ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">