Surat: કોરોના કાળમાં આ સુરતીએ બનાવ્યો ઓમીક્રોન અને કોરોના વાયરસ દર્શાવતો મહાકાય પતંગ
Surat: હાલ રાજ્ય અને શહેરમાં કોરોનાના કેસ સર્વોચ્ચ સપાટી પર છે. રોજેરોજ નવા રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સુરતી દ્વારા ઓમીક્રોન અને કોરોના વાયરસનો સૌથી મોટો પતંગ બનાવવામાં આવ્યો છે.
Surat: હાલ રાજ્ય અને શહેરમાં કોરોનાના (corona) કેસ સર્વોચ્ચ સપાટી પર છે. રોજેરોજ નવા રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં એક સુરતી દ્વારા ઓમીક્રોન અને કોરોના વાયરસનો (Corona Omicron) સૌથી મોટો પતંગ બનાવવામાં આવ્યો છે. સુરતનો આ સૌથી મોટો અને મહાકાય પતંગ છે, જેને વરાછાના એક વ્યક્તિ દ્વારા ઓર્ડર આપીને બનાવવામાં આવ્યો છે. જોકે આ પતંગ તૈયાર કરનાર સુરતના અજય રાણા છે. જેઓ વર્ષોથી આ જ પ્રકારે મોટા અને વિશાળ પતંગ (huge kite) બનાવતા આવ્યા છે. હાલ કોરોનાની ત્રીજી લહેરનો પવન ફૂંકાયો છે. કોરોના અને ઓમીક્રોન વાયરસ હવામાં અદશ્ય દુશ્મન તરીકે ફેલાઈ રહ્યો છે.
એ એટલો વિશાળ છે કે દરેક કોઈ તેના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ત્યારે ઓમીક્રોનના આ મહાકાય રાક્ષસ સામે લડવા લોકોએ પોતાના જીવનની દોરી બચાવવી ખૂબ જરૂરી છે. જો વાયરસ સાથે પેચ લાગી જાય તો મુશ્કેલી ઉભી થઇ શકે છે.
પરંતુ જો માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ અને વેકસિનની ધાર સાથે હશે તો લોકો જાતે જ આ વાયરસની પતંગ કાપી શકશે, આવો એક સંદેશો આ પતંગ બનાવવા પાછળ રહ્યો છે. અજય રાણાએ આ પહેલા પણ અનેક સામાજિક સંદેશા સાથે પતંગ બનાવ્યા હતા. પણ આ વર્ષે કોરોના અને ઓમીક્રોનના વધતા સંક્રમણ ને લઈને આ સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, ગુજરાતમાં 13-01-2022ના રોજ કોરોનાના નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. રાજયમાં કોરોનાના નવા કુલ 11, 176 કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોનામાં મૃત્યુઆંક 5 નોંધાયા છે.
ગુજરાતમાં સતત કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. અને કોરોના કેસનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા. તો કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત થયા છે. તેમજ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3663 કેસ. તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા.
આ પણ વાંચો: Vadodara: ઓમીક્રોનના કહેર વચ્ચે બ્લેક ફંગસનું સંકટ! વડોદરામાં મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો