હવે આયુષ્માન કાર્ડની લાભ મર્યાદામાં વધારો, 5 લાખને બદલે 10 લાખ સુધીની મફત મળશે સારવાર

આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરવામાં ગુજરાત દેશના ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે. અત્યાર સુધીમાં રાજ્યના 1.79 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ મળ્યું છે.  ગુજરાત સરકારે અત્યારસુધીમાં ₹10,221 કરોડના ખર્ચે 53.99 લાખ ક્લેઇમ સેટલ કર્યા. મહત્વનુ છે કે કાર્ડ પર વ્યક્તિ દીઠ 5 લાખને બદલે 10 લાખ સુધીની મફત સારવાર મળશે 

હવે આયુષ્માન કાર્ડની લાભ મર્યાદામાં વધારો, 5 લાખને બદલે 10 લાખ સુધીની મફત મળશે સારવાર
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 11, 2023 | 7:39 PM

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને એક મોટી ભેટ આપી છે અને તેની લાભ મર્યાદાને 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ સુધીની કરી દીધી છે. આજે 11 જુલાઈથી આ નિયમ ગુજરાતના તમામ આયુષ્માન કાર્ડધારક પરિવારોને લાગુ થઈ ગયો છે.

અન્ય રાજ્યોમાં ઇલાજ કરાવવા પર પણ મળશે 10 લાખ સુધી મફત સારવારનો લાભ ગુજરાત સરકારના જન આરોગ્ય સુરક્ષા કવચને લઇને આ સૌથી મોટું પગલું છે, જે હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતો દરેક પરિવાર ગુજરાત ઉપરાંત દેશના કોઈપણ ખૂણે આવેલી હોસ્પિટલ, જો એ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ડ હોય, તો તેમાં 10 લાખ સુધી નિઃશુલ્ક ઇલાજ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડધારક પરિવારો 2471 પ્રકારની મેડિકલ પ્રોસીજર્સનો લાભ લઇ શકે છે.

રાજ્યના આયુષ્માન કાર્ડધારકને આ માટે કોઈ પણ વધારાના ખર્ચનો બોજો ઉઠાવવાની જરૂર નથી. વધારાના 5 લાખનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર વહન કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડધારકોને 5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવતી હતી, જે સહાય વધારીને હવે 10 લાખ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીની તારીખોનું એલાન, 6 ઓગષ્ટે થશે મતદાન અને 8 ઓગષ્ટે આવશે પરિણામ

ગુજરાતમાં અત્યારસુધીમાં રૂપિયા 10,221 કરોડના ખર્ચે 53.99 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન આરોગ્ય સુરક્ષાના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયુષ્માન ભારત PMJAY-MA યોજનાને પ્રાથમિકતા અને ખૂબ જ સઘનતા સાથે લાગુ કરી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અત્યારસુધીમાં 2848 હોસ્પિટલોને આયુષ્માન ભારત PMJAY-MA યોજના માટે એમ્પેનલ કરી લીધી છે, જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલોની સંખ્યા 2027 અને પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યા 803 છે, જ્યારે ભારત સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોની સંખ્યા 18 છે. આયુષ્માન ભારત PMJAY-MA હેઠળ ક્લેમ સેટલમેન્ટની વાત કરીએ તો રાજ્ય સરકારે 10,221 કરોડના ખર્ચે રાજ્યના 53.99 લાખ ક્લેમ સેટલ કર્યા છે.

આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક કાર્યક્રમમાં 10 લાખની વીમા સહાયનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, કમિશનર શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન, આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">