Gandhinagar: વડસરમાં તળાવના નવીનીકરણના ખાતમૂહર્ત કરતા અમિત શાહે કહ્યુ, આ તળાવ કાંકરિયા જેવુ બનશે, 75 તળાવનો કરાશે વિકાસ

Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડસરમાં તળાવના નવીનીકરણનું ખાતમુહુર્ત કર્યુ. આ પ્રસંગે તેમણે જણાવ્યુ વડસરમાં વિવિધ સુવિધાઓ સાથે મીની કાંકરિયા તેવુ તળાવ બનશે. જ્યાં વોકવે,

Gandhinagar: વડસરમાં તળાવના નવીનીકરણના ખાતમૂહર્ત કરતા અમિત શાહે કહ્યુ, આ તળાવ કાંકરિયા જેવુ બનશે, 75 તળાવનો કરાશે વિકાસ
અમિત શાહ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 28, 2022 | 4:36 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગાંધીનગર(Gandhinagar)ની મુલાકાતે છે. ત્યારે તેમણે તેમના મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યોને લીલી ઝંડી આપી છે. અમિત શાહે ગાંધીગરના વડસર ગામને વિકાસકામોની ભેટ આપી. વડસર ગામમાં તળાવના નવિનીકરણ અને બ્યુટીફિકેશનનું અમિતશાહ દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યુ. આ ખાતમુહુર્ત બાદ અમિત શાહે સભા સંબોધી હતી. આ પ્રસંગે અમિત શાહે વડસર(Vadsar)ને સુંદર તળાવના પૂન: નિર્માણ માટે કરોડો રૂપિયાની ભેટ આપનારા અનંદમ ગૃપના અનિલભાઈની પ્રશંસા કરી હતી. અને વડસરના વિકાસ માટે 4 કરોડ રૂપિયાની ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી.

અમિત શાહે તળાવોની જાળવણી અને સ્વચ્છ રાખવાની કરી અપીલ

અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યુ કે  આઝાદીના અમૃત મહોત્સવ નિમીત્તે દેશના દરેક જિલ્લામાં 75 તળાવો બને અને આ દરેક તળાવની માવજત અને જાળવણી થાય તેની શરૂઆત કરી છે. જેમા સરકાર, જિલ્લા કલેક્ટર સહિતનાએ મળીને 75 તળાવો બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ત્રણ એકરથી મોટા તળાવો હોય તેને 10 વર્ષની અંદર સુંદર બનાવી ગામનું આત્માનું કેન્દ્ર બનાવવામાં આવશે. અમિત શાહે જણાવ્યુ કે તમે કોઈપણ ગામ ગુજરાતનું લઈને જોજો આપણા પૂર્વજોએ તળાવો બનાવ્યા અને તેમને ઈન્ટરલિંક કર્યા. એક તળાવ ઉભરાય તો પાણી બીજા તળાવમાં જતુ રહે એવી વ્યવસ્થા પણ ઉભી કરી અને વર્ષો સુધી જમીનમાં પાણી જળવાઈ રહે એવી વ્યવસ્થા કરી. પરંતુ આઝાદી પછી આ તળાવોની કોઈએ ચિંતા જ ન કરી અને તેની કોઈ જાળવણી જ ન કરાઈ. તળાવો સુકાવા માંડ્યા, દબાણો થવા માંડ્યા, કચરાના ઢગલા થવા માંડ્યા જેના કારણે પાણીના તળ નીચે જતા રહ્યા. આખરે સ્થિતિ એવી આવી આપણે જે પાણી પીએ છીએ એ ફ્લોરાઈડ વાળુ પાણી છે. અમિત શાહે જણાવ્યુ કે વડસરવાળાને કોઈ ચિંતા નથી, એમનું પાણી સારુ છે. પરંતુ સમગ્ર રાજ્યમાં પાણીના તળ નીચે જવા માંડ્યા . આ તો નરેન્દ્ર ભાઈ નર્મદા લાવ્યા એટલે પાછા પાણીના તળ ઉપર આવવાની શરૂઆત થઈ. પરંતુ આપણે સહુએ જનતાના નાતે એક સંકલ્પ કરવો પડશે કે આપણા પૂર્વજોએ જે તળાવો બનાવ્યા હતા તે તળાવોની જાળવણી અને સાચવવાની જવાબદારી આપણે લઈએ.

આવનારી પેઢી માટે જળબેંક બનાવવાની છે- અમિત શાહ

અમિત શાહે જણાવ્યુ કે વરસાદના પાણીથી તળાવ ભરાય પાણી નીચે ઉતરે અને એ પાણી આવનારી પેઢીના કામમાં આવે એવી જળબેંક બનાવવાનો વિચાર આપણે સહુએ કરવો પડે અને તેને જીવાડવો પડે. આ જ કાર્યક્રમ અંતર્ગત આજે આઠમુ તળાવ વડસરની અંદર સાડા 6 એકરનું તળાવ પૂન:જીવિત થવા જઈ રહ્યુ છે. તેમા પાણીના આવરા ચોખ્ખા કરી પાણી ભરાય અને આ પાણી જમીનમાં પાછુ ઉતરે અને આપણા કૂવા પણ ઉંચા આવે અને પાણી પણ ચોખ્ખુ આવે એ પ્રકારની આખી વ્યવસ્થા વિચારી છે. અમિત શાહે જણાવ્યુ કે દેખાવામાં તો આ કામ નાનુ છે પરંતુ આવનારી પેઢી પાણીથી પાણી દ્વારા અને પાણી વતી આપણુ સ્વાસ્થ્ય સારુ રાખે તેની આ વ્યવસ્થા છે. જેમા પાણી જો ફ્લોરાઈડ વાળુ હોય, ચોખ્ખુ ન હોય તો આ પાણી આપણા શરીરને ધીમા ઝેરની જેમ બગાડતુ જાય છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આનંદમ પરિવારના અનિલભાઈ વિશે અમિત શાહે જણાવ્યુ કે અનિલભાઈ અને તેમના પરિવારે વડસરથી કમાયા છે અને વડસરને કંઈક આપવુ એવા ભાવથી અહીં એક તળાવ બનાવવાનો નિર્ણય કર્યો છે એ ઘણો આવકાર્ય અને સુંદર નિર્ણય છે.

અમિત શાહે જણાવ્યુ કે આ તળાવની અંદર ભૂલકાઓને રમવા માટેની તેમજ વડીલોને બેસવા માટેની વ્યવસ્થા છે. નાના મોટા પ્રસંગનું આયોજન કરવુ હોય તો તેના માટેની પણ વ્યવસ્થા છે. તળાવની આજુબાજુના વિસ્તારમાં જંગલ બનાવવાની યોજના છે. તળાવમાં બોટિંગ વ્યવસ્થા પણ કરવામાં આવશે. તેમજ સહેલાણીઓ માટે ખાણી-પાણીનું નાનકડુ બજાર પણ હશે. જ્યાં બહેનોએ રસોઈ ન બનાવવી હોય તો પરિવાર સાથે આવી પાંઉભાજી ખાઈને રાત્રે ઘરે પાછા જઈ શકશે, તેવી હળવી મજાક પણ અમિત શાહે કરી હતી.

તળાવને વડસર ગામનું ઊર્જા કેન્દ્ર  બનાવવાનું છે- અમિત શાહ

આ તળાવને વડસર ગામનું ઊર્જા કેન્દ્ર બનાવવુ છે. વર્ષઓ પૂરાણુ આ તળાવ, તેમજ ગામમાં આવેલુ 12 ગણપતિનું 500 વર્ષ પૂરાણુ ગણેશજીનું મંદિર જ્યાં સૂંઢ વગરના ગણપતિ બિરાજમાન છે. હું મારી પૌત્રીને જઈને કહીશ કે તે ક્યારેય સૂંઢ વગરના ગણપતિ નહીં જોયા હોય જો જોવા હોય તો વડસર જઈને દર્શન કરી આવજે. મે મારી જિંદગીમાં પ્રથમવાર સૂંઢ વગરના ગણેશજીના દર્શન કર્યા છે.

તળાવ આજુબાજુ તટબંધોને સુરક્ષિત કરવાની છે તેમજ આસપાસ મોર્નિંગ વોક વે બનાવવામાં આવશે અને સેંકડો વૃક્ષો વાવી પક્ષીઓનું કુદરતી ઘર બનાવવાની પણ વ્યવસ્થા છે. આ તળાવનો આવનારા એક વર્ષમાં વિકાસ કરી દેવામાં આવશે. તો ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ 75 તળાવો ગાંધીનગર જિલ્લાના અને 75 તળાવો અમદાવાદ જિલ્લાના બનાવવાના છે. બીજા 40થી50 તળાવોનો વિકાસ કરી પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે અમિત શાહે પણ વડસરના વિકાસ માટે 4 કરોડની ભેટ આપવાની જાહેરાત કરી છે.

આ પ્રસંગે વડસરને તળાવની ભેટ આપનારા આનંદમ ગૃપના અનિલભાઈ પટેલે જણાવ્યુ કે તળાવની ગ્રામજનો જાળવણી કરે, ગંદકી ન કરે તેવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે તળાવ પાણી સાથે આકર્ષણનું કેન્દ્ર બનશે. આપને જણાવી દઈએ કે આનંદમગૃપના અનિલભાઈએ તળાવના પૂન:નિર્માણ માટે સાડા 6 કરોડથી વધુની ભેટ આપી છે.

g clip-path="url(#clip0_868_265)">