AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video :IPS હસમુખ પટેલ બન્યા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ, સાંજ સુધીમાં સંભાળશે ચાર્જ

Gujarati Video :IPS હસમુખ પટેલ બન્યા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ, સાંજ સુધીમાં સંભાળશે ચાર્જ

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 06, 2023 | 12:55 PM
Share

Gandhinagar News : જે રીતે પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, ત્યારે તેને રોકવા હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા લાખો પરીક્ષાર્થીઓનાં ભાવિ સાથે ચેડા થયા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ત્યારે હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલની જવાબદારી હેઠળ આગામી દિવસોમાં ભરતી પરીક્ષાનું આયોજન થઇ શકે છે.

IPS હસમુખ પટેલ અત્યારે પણ અલગ અલગ બોર્ડના ચેરમેન છે. LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ તેને લઇને પરીક્ષામાં કોઇપણ જાતનો ઓહાપોહ થયો ન હતો અને પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી. જે રીતે પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, ત્યારે તેને રોકવા હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવાનું કારણે એ પણ છે કે 100 દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે અને પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ત્યારે આ તમામની વચ્ચે IPS હસમુખ પટેલને વધુ એક ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ સાંજ સુધીમાં ચાર્જ સંભાળે તેવી સંભાવના છે.

ચાર્જ સંભાળ્યા બાદ હસમુખ પટેલ પરીક્ષા અંગેની કવાયત શરુ કરશે. 100 દિવસની અંદર પ્રશ્નપત્ર કાઢવાથી લઇને પરીક્ષા કેન્દ્રોનું આયોજન કરવાનું રહેશે. 15 લાખથી પણ વધુ પરીક્ષાર્થીઓ આ વખતે પરીક્ષામાં બેસવાના હતા, ત્યારે ફરીથી પરીક્ષાનું આયોજન ટુંક સમયમાં કરવુ તે પડકારદાયક પણ બનશે.

g clip-path="url(#clip0_868_265)">