Gujarat Video : ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો, રાજ્ય પોલીસ વડાના આદેશને ઘોળીને પી ગયા વડોદરાના પોલીસકર્મીઓ, નિયમોનો છડેચોક ભંગ
Vadodara: રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજયના તમામ પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ વડાઓને આદેશ કરાયો છે કે રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ ટ્રા્ફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. હેલમેટ પહેરે, સીટ બેલ્ટ લગાવે અને પોતાના વાહનોને તેના પર પોલીસ કે પી ન લખે. જો કે વડોદરા પોલીસ કમિશનર કચેરીમાં દિવાતળે જ અંધારુ જોવા મળ્યુ છે.
Vadodara: શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે ? શું પોલીસ કર્મચારીઓને નથી લાગુ પડતા નિયમો. આ સવાલ એટલા માટે થવો વ્યાજબી છે કારણ કે રાજ્ય પોલીસ વડાના આદેશનો વડોદરાના પોલીસ કર્મચારીઓ જ ઉલાળિયો કરી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વડોદરાના પોલીસ કર્મચારીઓ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશને જાણે ઘોળીને પી ગયા છે. DGPના આદેશ બાદ વડોદરામાં નિયમોનું કેટલું પાલન થાય છે તે માટે tv9ની ટીમે રિયાલીટી ચેક કર્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓ જ નિયમોનો ભંગ કરતા દેખાયા.
tv9ના રિયાલિટી ચેકમાં પોલીસકર્મીઓ જ નિયમોનો ભંગ કરતા દેખાયા
પોલીસ ભવનમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ લખેલી પ્લેટ જોવા મળી. એટલું જ નહીં ફોર વહીલરમાં પોલીસ લખેલી પ્લેટ અને રેડ બ્લુ સ્ટીકર પણ જોવા મળ્યાં હતા. સાથે જ પોલીસની ઓળખ છતી થાય તેવા ચિહ્નો પણ જોવા મળ્યાં. રાજ્ય પોલીસ વડાના આદેશનો વડોદરાના પોલીસકર્માચારીઓ જ ઉલાળિયો કરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો