Gandhinagar: ચૂંટણીપંચે મતદાર ફોર્મમાં સુધારો કર્યો, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા તા.17 જૂન, 2022 ના જાહેરનામાથી મતદાર નોંધણી નિયમો, 1960ના નિયમ 14, 15 અને 16માં સુધારા દ્વારા ફોર્મમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જે 1 ઓગષ્ટ 2022 થી અમલમાં આવ્યા છે.

Gandhinagar: ચૂંટણીપંચે મતદાર ફોર્મમાં સુધારો કર્યો, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
Election Commission of India
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 08, 2022 | 7:11 PM

મુખ્ય ચૂંટણી અધિકારી (Election Commissioner) પી. ભારતી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા વિવિધ ફોર્મમાં સુધારો કરી વધુ સરળ બનાવવામાં આવ્યાછે. મતદાર (Voter) તરીકેની લાયકાતની વર્ષમાં ચાર તારીખોના કારણે તા.1 ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ક્ષતિ રહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

હાલ મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,83,75,821 મતદારો, જે તમામનો ફોટો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં 21/08/2022, 28/08/2022, 04/09/2022 અને 11/09/2022 એમ સળંગ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તા.10/10/2022ના રોજ મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા કેટલાક સુધારાઓનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદાર યાદી સંબંધિત કાયદા અને નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા દ્વારા હવે મતદારો માટે મતદાર યાદીમાં નામ નોંધાવવા કે સુધારા-વધારા કરાવવાનું સરળ થયું છે. સૌથી મહત્વનો સુધારો યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સબંધિત છે. અગાઉ નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષે 1લી જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી.

મતદાર નોંધણી નિયમ, 1960 તેમજ લોક પ્રતિનિધિત્વ ધારો, 1950ની કલમ 14(બી) કે જે મતદારયાદીમાં નોંધણી માટે મતદારની યોગ્યતા માટેની લાયકાતની તારીખ સાથે સંબંધિત છે તેમાં સુધારો કરવામાં આવતા હવે 1ઓકટોબર સુધીમાં જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ આગામી ખાસ સંક્ષિપ્ત સુધારણા -ઓકટોબર, 2022 દરમિયાન મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે.

નવા ફોર્મમાં ફેરફાર કરીને સરળ બનાવવામાં આવ્યા

આ સાથે જ ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.17 જૂન, 2022 ના જાહેરનામાથી મતદાર નોંધણી નિયમો, 1960ના નિયમ 14, 15 અને 16માં સુધારા દ્વારા ફોર્મ No. 1, 2, 2(a), 3, 6, 7, 8, 11, 11(a), 18 and 19 માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જે 1 ઓગષ્ટ,2022થી અમલમાં આવ્યા છે.

જે પૈકી સુધારવામાં આવેલ ફોર્મ-6 માત્ર મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ઉપયોગમાં લેવાનું રહેશે. સાથે જ અનાથ નાગરિકના કિસ્સામાં કાયદેસરના વાલી અને ત્રીજી જાતિના કિસ્સામાં ગુરૂની વિગતો પણ સબંધની વિગતોના કોલમમાં આપી શકાશે તથા દિવ્યાંગ મતદારો દિવ્યાંગતાની વિગતોના પ્રમાણપત્ર સાથે તેનો ફોર્મ-6માં ઉલ્લેખ કરી શકશે. અગાઉ સ્થળાતરથી અન્ય વિધાનસભા મતવિભાગમાં જતા મતદારો માટે પણ ફોર્મ-6નો ઉપયોગ થતો હતો તે જોગવાઈ હવે દૂર કરવામાં આવી છે.

બિન નિવાસી ભારતીયો કે જે ભારતના નાગરિક છે, પરંતુ શિક્ષણ કે રોજગારના હેતુઓ માટે ભારતની બહાર વસવાટ કરે છે તેઓ ફોર્મ-6(ક) ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે, જે જોગવાઈ યથાવત રાખવામાં આવી છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત મતદારયાદીમાં નોંધાયેલ નામની સામે આધાર નંબરની વિગતો પૂરી પાડવા એટલે કે મતદાર ઓળખપત્રને આધાર નંબર સાથે લિંક કરાવવા ફોર્મ-6(ખ) ભરી શકાશે.

હાલની મતદારયાદીમાં નોંધાયેલા નામ કે નામ નોંધણીની અરજી સામે વાંધો ઉઠાવવા માટે તથા મતદારયાદીમાંથી નામ કમી કરાવવા માટે ફોર્મ-7નો ઉપયોગ કરવાનો રહેશે. જેના નામ કે અરજીની સામે વાંધો ઉઠાવવાનો હોય તેની વિગતો રજૂ કરવાના કોલમમાં સુધારેલા ફોર્મમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. ફોર્મ-7ની તે સિવાયની બાબતો યથાવત રાખવામાં આવી છે.

નવા સુધારેલા ફોર્મ-8નો વિવિધ ચાર હેતુઓ માટે ઉપયોગ કરી શકાશે. સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ-8નો ઉપયોગ કરી શકાશે. અગાઉ વિધાનસભા મતવિભાગની અંદર સ્થળાંતરના કારણે સરનામું બદલાતુ હોય તેવા કિસ્સામાં ફોર્મ-8(ક) અને વિધાનસભા મતવિભાગની બહાર સ્થળાંતરના કારણે સરનામું બદલાતુ હોય તેવા કિસ્સામાં ફોર્મ-6 ભરવામાં આવતું હતું, જેના બદલે હવે માત્ર ફોર્મ 8 ભરવાનું રહેશે. વધુમાં, જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર મેળવવા માટે અગાઉ ફોર્મ-001નો ઉપયોગ થતો હતો તેના બદલે હવે તે હેતુ માટે ફોર્મ-8 ભરવાનું રહેશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી ઓક્ટોબર, 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારચાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

હાલ મુસદ્દા મતદાર યાદીમાં2,50,06,770 પુરૂષ, 2,33,67,760 સ્ત્રી અને1,291 ત્રીજી જાતિના મળી કુલ 4, 83,75,821 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 51,782 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.

નોંધાયેલા મતદારો Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્યમથી તથા સબંધિત ભાગના બુથ લેવલ ઓફિસર, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી ખાતેથી મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તે ચકાસી શકશે. આ સિવાય કચેરી કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્યાન હેલ્પલાઈન નંબર 1950 પર ફોન કરીને પણ મતદાર યાદીમાં નામ છે કે નહી તે જાણી શકાશે.

મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સંબંધિત ભાગની મતદારયાદીનો મુસદો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરા ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે.

આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઓફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્યમથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, મતદારની વિગતોમાં સુધારો કરવા તથા મતદારયાદીના એક ભાગમાંથી અન્ય ભાગમાં નામ તબદીલ કરવા કે સરનામામાં ફેરફાર કરવા, આધાર નંબર ઉમેરવા, દિવ્યાંગ મતદાર તરીકે નોંધ કરાવવા ફોર્મ નં. 6, 6(a), 6(b), 7 અને 8મેળવવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત તા01/10/2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનનાર લાયક યુવા નાગરિકો અને બાકી રહી ગયેલા લાયક નાગરિકોની મતદાર તરીકે નોંધણીની બાબત પર ભાર મૂકવામાં આવશે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">