Gandhinagar : સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી રૂપાણી બે દિવસ જુનાગઢ પ્રવાસે

Gandhinagar : સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી રૂપાણી બે દિવસ જુનાગઢ પ્રવાસે
Gujarat Cm Vijay Rupani

રાષ્ટ્રના 75માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે. તા. 14 અને તા.15 ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Aug 13, 2021 | 6:09 PM

Gandhinagar : રાષ્ટ્રના 75માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમા સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે. તા. 14 અને તા.15 ઓગષ્ટના રોજ જૂનાગઢ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

તા.14મી એ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં એટહોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા.15મીએ મુખ્યમંત્રી સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજ વંદન કરાવશે. ગુજરાત પોલીસને વધુ સુસજ્જ કરવા બોડી વોર્ન અને ડ્રોન કેમેરા અર્પણ કરશે.

તા.14મી ઓગસ્ટના રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે  એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રબુધ્ધ નાગરીકો, અગ્રણી અને સમાજ શ્રેષ્ઠીઓને તેઓ શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ સાંજે 6:30 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારા નામે ઓ સ્વતંત્રતા થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.. જેમાં પણ રાજયપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

તા.15મી ઓગષ્ટે સવારે 9 કલાકે જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડમાં 75માં સ્વાતંત્ર દિનની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. અને મુખ્યમંત્રી 75માં સ્વાતંત્ર પર્વ નિમિતે રાજ્યના પ્રજાજનોને સંભોધન કરી શુભકામના પાઠવશે. ગુજરાત પોલીસને પ્રજાની સુરક્ષા માટે વધુ સુસજ્જ કરવાના ભાગરૂપે જૂનાગઢથી મુખ્યમંત્રી ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરા સિસ્ટમ અર્પણ કરશે.

પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો :  Gujarat : સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓને ગરબા રમવા નહીં મળે તેવી પૂરેપૂરી શક્યતા

આ પણ વાંચો :  Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati