AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એમ.આર. પંડ્યા(શ્રીમાળી)ને હાઇકોર્ટે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા હતા. તેમજ કંટેમ્પટ ઓફ કોર્ટ બદલ હાઇકોર્ટે એમ.આર. પંડ્યાને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે.

Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ
Gujarat High Court fines government official Rs 50,000 for contempt of court
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 4:58 PM
Share

ગુજરાત(Gujarat) ના પ્રથમ કિસ્સામાં જમીન સંપાદનના વળતરની રકમમાંથી ટીડીએસ કાપનાર સરકારી અધિકારીને કોર્ટના હુકમ ના તિરસ્કાર બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોના જમીન સંપાદનના વળતરની રકમમાંથી ટી.ડી.એસ. નહીં કાપવાનો કોર્ટનો હુકમ હોવા છતાં તેનો તિરસ્કાર કરનાર સરકારી અધિકારીને હાઇકોર્ટે(Highcourt)  દંડ ફટકાર્યો છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એમ.આર. પંડ્યા(શ્રીમાળી)ને હાઇકોર્ટે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ દોષિત ઠેરવ્યા હતા. તેમજ કંટેમ્પટ ઓફ કોર્ટ બદલ હાઇકોર્ટે એમ.આર. પંડ્યાને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો છે.

જેમાં બોટાદ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદીત કર્યા બાદ વળતરની રકમમાંથી ટીડીએસ કાપ્યા બાદ રકમ ઇન્કમ ટેક્સ વિભાગમાં જમા ન કરાવી હતી. તેમજ 18 વર્ષ સુધી ખેડૂતોએ પોતાના જ વળતરની રકમ મેળવવા માટે ધક્કા ખાવા પડતા હોવાની બાબતને પણ કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી.

કોર્ટના હુકમનો તિરસ્કાર બદલ દોષિત ઠરેલા એક્ઝિક્યુટીવ એન્જિનિયરે બે અઠવાડિયામાં પોતાના ખાતામાંથી 50000 રૂપિયા હાઇકોર્ટની રજીસ્ટ્રીમાં જમા કરાવવાના રહેશે, જેમાં 50000 માંથી 40 હજાર રૂપિયાની રકમ ખેડૂતોને ખર્ચ પેટે ચૂકવવા માટે હાઈકોર્ટનો આદેશ કર્યો છે . જ્યારે 10000 રૂપિયા લીગલ એડમાં જમા કરાવવાના રહેશે.

આ ચુકાદાની ઘણી દૂરોગામી અસર પડશે. જેમાં જમીન સંપાદનના વળતરમાં ટીડીએસ કાપનારા અધિકારીઓ સામે હાઇકોર્ટ કડક કાર્યવાહી કરશે. આ પ્રથમ કિસ્સો હોવાથી અધિકારીને જેલની સજા નહીં કરી હોવાનું કોર્ટે પોતાના ચૂકાદામાં નોધ્યું હતું. તેમજ કહ્યું હતું કે પરંતુ ભવિષ્યમાં જો આવા કેસ સામે આવશે તો કોર્ટ આકરા પગલાં લેશે.

આ પણ વાંચો : Corona Vaccination: સપ્ટેમ્બરમાં મળી શકે છે સિંગલ ડોઝ વાળી સ્પુતનિક લાઇટ કોરોના વેક્સીન, જાણો શું હશે કિંમત ?

આ પણ વાંચો :  Shravan-2021: શું તમે ઘરમાં જ કરી છે શિવલિંગની સ્થાપના ? જો હા, તો અચૂક ધ્યાનમાં રાખજો આ વાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">