Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે સિંચાઇથી વંચિત નળકાંઠાના 11 ગામનો નર્મદાના પિયત વિસ્તારમાં સમાવેશ કર્યો

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel)ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ કર્યો. સિંચાઈથી (Irrigation) વંચિત નળકાંઠાના 11 'નો સોર્સ વિલેજ' ગામનો હવે નર્મદા યોજનાના(Narmada) પિયત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે સિંચાઇથી વંચિત નળકાંઠાના 11 ગામનો નર્મદાના પિયત વિસ્તારમાં સમાવેશ કર્યો
Narmada Irrigation CanalImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 4:54 PM

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel)ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ કર્યો. સિંચાઈથી (Irrigation) વંચિત નળકાંઠાના 11 ‘નો સોર્સ વિલેજ’ ગામનો હવે નર્મદા યોજનાના(Narmada) પિયત વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે હવે નળકાંઠાના 1700 ખેડૂતોની 9 હજાર 400 હેક્ટર જેટલી જમીનને સિંચાઇ માટે નર્મદાનું પાણી મળતું થશે. નળકાંઠાના ૩ર જેટલા‘નો સોર્સ વિલેજ’માં સિંચાઇ માટેના પાણીની સમસ્યા હતી. તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ પિયત વિસ્તારના 111 ગામોને નર્મદા યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો, તેમાં 21 ‘નો સોર્સ વિલેજ’ પણ સામેલ હતા. ત્યારે આજે બાકી રહેતા 11 ગામનો પણ નર્મદા યોજના હેઠળ સમાવેશ થતા સિંચાઇના પાણી માટેની સમસ્યાનું નિવારણ આવ્યું છે.

ગુરુવારે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટેકૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ખેડૂતોની લાંબા સમયની રજૂઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી, જેની આ ફલશ્રુતિ છે. આ ઉપરાંત ગુરુવારે રાજ્યના 111 ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટેકૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ નહીં,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સમાવી લેવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 111 ગામોના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે. જેમાં ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે 111 ગામોના 6 હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">