Gandhinagar: રાજ્યના 542 ગામનો 67 હજાર એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો, ખેડૂતોને મળશે સિંચાઈ સહિતના લાભ

ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 82ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.

Gandhinagar: રાજ્યના 542 ગામનો 67 હજાર એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો, ખેડૂતોને મળશે સિંચાઈ સહિતના લાભ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 26, 2023 | 8:24 PM

રાજ્યના 20 જિલ્લાના વધુ 105 તાલુકાના અંદાજે 542 ગામોના 67,015 એકર વિસ્તારમાં અંદાજિત 45,050 ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ખેતી માટે સિંચાઇ સહિત અન્ય લાભ આપવામાં આવ્યા છે.  કુંવરજી બાવળિયાએ ગુજરાતમાં કાર્યરત કામોની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ.9,705 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 100 દિવસના લક્ષ્યાંક અંતર્ગત રૂ. 3,306 કરોડના 242 કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે.

પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા 20 જિલ્લાઓમાં169 માંથી 130 કામ પૂર્ણ કરાયા

જળ સંપત્તિ મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે જળ સંપત્તિ વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલા 20 જિલ્લાઓમાં169 માંથી 130 કામો પૂર્ણ કરાયા છે. જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, જામનગર, રાજકોટ, કચ્છ અને વડોદરાનો સમાવેશ થાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો: Gujarati Video: અમરેલીના ધારીમાં કરા સાથે વરસાદ ખાબક્યો, જુઓ Video

કુંવરજી બાવળિયાએ ગુજરાતમાં કાર્યરત કામોની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં જળ સંપત્તિ વિભાગ હેઠળ કુલ રૂ.9,705 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. હાલ 100 દિવસના લક્ષ્યાંક અંતર્ગત રૂ. 3,306 કરોડના 242 કામો મંજૂરીની પ્રક્રિયા હેઠળ છે. આ કામ પૂર્ણ થવાથી રાજ્યના 31 જિલ્લાના વધુ 110 તાલુકાના અંદાજિત 356 ગામનો 1,34,250 એકર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લઇને અંદાજિત 69,747 ખેડૂતોને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સિંચાઇ સહિત અન્ય લાભ મળશે.

આ જિલ્લાઓમાં અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, મહિસાગર, સાબરકાંઠા, ડાંગ, તાપી, નર્મદા, નવસારી, સુરત, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે.

સિંચાઇ વિસ્તારમાં વધારા સાથે ભૂગર્ભ જળની ગુણવતા વધશે અને સ્તર ઊંચા આવશે

જળ સંપત્તિ મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ખેડૂતોને સિંચાઇનો લાભ મળી રહે તે માટે નાના-મોટા ચેકડેમ, રિચાર્જ પાતાળ કૂવા, બંધારા,નાની-મોટી ઉદવહન યોજના, દરિયાઈ ધોવાણ અને પુર સંરક્ષણના કામો, કેનાલ અને કેનાલ સ્ટ્રક્ચર તથા અન્ય મરામતના કામો, હયાત ઉદવહન સિંચાઇ યોજનામાં પાઇપલાઇન વડે ગામ-સીમ વગેરેના તળાવો ભરવા જેવા કામો કરવામાં આવ્યા છે.

સિંચાઇ વિભાગ દ્વારા કરાયેલા કામોથી ખેડૂતોને સિંચાઇ માટે થતા ફાયદા અંગે કહ્યું હતું કે, સિંચાઇ વિસ્તારમાં વધારો,સુદ્દઢીકરણ, ભૂગર્ભ જળની ગુણવતામાં સુધારો-સ્તર ઊંચા આવશે, દરીયાઇ વિસ્તારના પ્રદેશોમાં ખારાશમાં ધટાડો થશે, નહેરમાંથી થતા સીપેજ તથા લીકેજ બંધ થશે અને પાણીનો બગાડ અટકશે. આ ઉપરાંત પાણીનો બગાડ અટકવાથી પાણીની બચત થશે, છેવાડાના ખેડૂતોને સિંચાઇ માટેનું વધુ પાણી મળશે, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારા થવાથી ખેડુતોનું જીવન સ્તર ઉંચુ આવશે જ્યારે પાણી વિતરણ વ્યવસ્થા સરળ અને સુદ્રઢ બનશે

ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભજળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે રાજ્યમાં વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ અને પીવાના પાણી માટે જળસંસાધનોની અગત્યતા ધ્યાને લેતાં આ જળ સંપત્તિના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 82ટકાનો વધારો કર્યો છે જેથી છેવાડાના ખેડૂતને સિંચાઇનો મહત્તમ લાભ મળી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">