Monsoon 2022: હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

આ સાથે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આંણદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યેલ્લો એલર્ટ અપાયું છે.

Monsoon 2022: હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, દ.ગુજરાત અને દ. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
Heavy to very heavy rainfall predicted for next 5 days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 10:31 PM

ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ  (Rain) રહેવાની હવામાન વિભાગે આગાહી (forecast) આપી છે. વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ હજી પણ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. 14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી. ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ. અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે. આ સાથે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આંણદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યેલ્લો એલર્ટ અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ કરાયું છે. આગાહીને ભાગરૂપે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. મનોરમાં મોહંતીએ રાજ્યમાં પડેલા વરસાદના આકડા આપતાં કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 46 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય 25 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 142 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩ જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વાગરા તાલુકામાં 233 મિ.મી., અંજારમાં 212 મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં 8 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભુજમાં 197 મિ.મી, વઘઈમાં 174 મિ.મી, ગાંધીધામમાં 171 મિ.મી, વાંસદામાં 165 મિ.મી, આહવામાં 160 મિ.મી, કરજણમાં 149મિ.મી મળી કુલ સાત તાલુકાઓમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નખત્રાણામાં 141 મિ.મી, ડોલવાણમાં ૧૪૧ મિ.મી, વ્યારામાં 138 મિ.મી, સોનગઢમાં 136 મિ.મી, રાજકોટમાં, ધનસુરા, માંડવી (સુરત)માં 133 મિ.મી, ભરૂચમાં 126 મિ.મી, મહુવામાં 123 મિ.મી, સુબીરમાં 115 મિ.મી, ખેડબ્રહ્મામાં 114 મિ.મી, વાલોડમાં 113 મિ.મી, જોડિયામાં 112 મિ.મી, ઝઘડિયામાં, ઉમરપાડામાં 102 મિ.મી, પાદરામાં 101 મિ.મી, અંકલેશ્વરમાં 100 મિ.મી, આમ કુલ 25 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો

આ ઉપરાંત સુત્રાપાડા તાલુકામાં 94 મિ.મી, અબડાસામાં 90 મિ.મી, વાલિયામાં 85 મિ.મી, બારડોલીમાં 83 મિ.મી, માંડવી (કચ્છ)માં 81 મિ.મી, વિસાવદરમાં 80 મિ.મી, ભાભરમાં 79 મિ.મી, ચોર્યાસી અને પલસાણામાં 76 મિ.મી, મેંદરડામાં 77 મિ.મી મળી કુલ 10 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે વડોદરા તાલુકામાં 72 મિ.મી, કપરાડામાં 71 મિ.મી, નવસારીમાં અને મહુધામાં 70 મિ.મી, મેઘરજમાં 69 મિ.મી, મુન્દ્રામાં 68 મિ.મી, કોડીનારમાં 66 મિ.મી, હાંસોટમાં અને મોરબીમાં 64 મિ.મી, માંગરોળમાં 63 મિ.મી, નેત્રંગમાં, ભિલોડામાં 60 મિ.મી, આણંદમાં 58 મિ.મી, કેશોદમાં, ડેડીયાપાડામાં, પોશિનામાં 57 મિ.મી, ગીર ગઢડામાં, કામરેજમાં, આંકલાવમાં 56 મિ.મી, નાંદોદમાં 55 મિ.મી, જલાલપુરમાં 54 મિ.મી, ખંભાળિયામાં 53 મિ.મી, ગણદેવીમાં ૫૨ મિ.મી, જામનગરમાં 51 મિ.મી, તાલાલામાં અને ચીખલીમાં 50 મિ.મી મળી કુલ 27 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના અન્ય કુલ 148 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 93.54 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 57.36 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 47.23 ટકા, પૂર્વ ગુજરાતમાં 37.92 ટકા અને ઉત્તર ગુજરાતમાં 26.25 ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">