વરસાદ ખેંચાતા નહેરનું પાણી ચાલુ કરવા બનાસકાંઠાના ખેડૂતો પહોંચ્યા ગાંધીનગર, ખેડૂતોની કરાઈ અટકાયત
બનાસકાંઠાના આ ખેડૂતોની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે 30 જૂનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
Gandhinagar: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા. ખેડૂતોએ વાવેતર કરી દીધું હોવાથી કેનાલનું પાણી ફરી શરૂ થાય તે માટે રજુઆત કરવા પહોંચ્યા હતા.
ત્યારે બનાસકાંઠાના આ ખેડૂતોની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે 30 જૂનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એક તરફ વરસાદ ખેંચાયો છે અને બીજી તરફ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરી દીધી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલનું પાણી ફરીથી શરુ કરવામાં આવે તેવી રજુઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો: Maharashtra: પોતાના સામેની EDની કાર્યવાહી ટાળવા અનિલ દેશમુખ પહોચ્યા સુપ્રિમ કોર્ટના શરણે
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો