Vaccination: ગુજરાતના 95 ટકા લોકોને ડિસેમ્બર માસ સુધી કોરોના રસીના બંને ડોઝ આપવા કવાયત
ગુજરાતમાં વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હાલ તો ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે.જોકે તેની સામે 90 ટકા જેટલા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે,
દેશભરમાં હાલ કોરોના(Corona) રસીકરણનું (Vaccination) અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત(Gujarat) દેશમાં કોરોના રસીકરણ મામલે અવ્વલ નંબરે છે. ગુજરાતમાં કુલ 6 કરોડ 24 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં 4 કરોડ 38 લાખ લોકોએ પ્રથમ ડોઝ પૂર્ણ કર્યો છે. બંને ડોઝ લીધા હોય તેવા લોકોની સંખ્યા 2 કરોડ 25 લાખ છે.
ગુજરાતમાં વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હાલ તો ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે.જોકે તેની સામે 90 ટકા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે, જ્યારે બીજો ડોઝ પણ 80 ટકા ઉપરના લોકોએ લઈ લીધો છે.
તેમણે કહ્યું કે લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે. ફેક્ટરીઓ સહિત અનેક સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, કોઈ બાકી હશે તો તેને વેક્સિન આપવામાં આવશે.બાળકોને પણ રસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત સરકાર ડિસેમ્બર માસ સુધી અંદાજે 95 ટકા લોકોને કોરોનાના બે ડોઝ આપી દેવાની સરકારે કવાયત હાથ ધરશે.
ગુજરાત સરકાર આગામી દિવસોમાં અનેક સ્થળોએ કોરોના રસીકરણ માટે અભિયાન હાથ ધરવામાં આવશે. જેના લીધે કોરોના રસીકરણનો લક્ષ્યાંક આગામી દિવસોમાં પૂર્ણ કરશે.
ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં રસીકરણ થયું છે. જેનો આંક 69 લાખ 56 હજાર છે. સુરતમાં 53 લાખ 46 હજાર લોકોએ રસી લીધી છે. બનાસકાંઠામાં 31 લાખ 25 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. વડોદરામાં 23 લાખ 86 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. આણંદમાં 22 લાખ 51 હજાર લોકોએ રસી લીધી છે.
અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં 113 ટકા રસીકરણ થયું છે. મધ્યઝોનમાં 111 ટકા અને પશ્ચિમ ઝોનમાં 105 ટકા રસીકરણ થયું છે. રાજકોટમાં ગ્રામ્યમાં 90 ટકા, જામનગર શહેરમાં 90 ટકા, મોરબીમાં 80 ટકા અને જુનાગઢમાં 100 ટકા રસીકરણ થયું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી, નારોલમાં ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો પરેશાન
આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપનું ઓબીસી કાર્ડ, આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા સભા ગજવશે